Updated: May 25th, 2023
ભુજ, બુાધવાર
માંડવી તાલુકાના નાની વિરાણી ગામે પઠાણી ઉઘરાણી મુદે ફાયરિંગ કરાયાના ચકચારી બનાવમાં ગઢશીશા પોલીસ અને કોડાય પોલીસની ટીમે નાકા બંધી કારી કારનો પીછો કરીને ૪ આરોપીઓને ઝડપી પાડયા બાદ ગઢશીશા પોલીસે આરોપીઓ વિરૃાધ હત્યાનો પ્રયાસ અને આર્મ એક્ટ તળે ગુનો નોંધીને ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરીને ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
નાની વિરાણી ગામે રહેતાં જીતેન્દ્ર ભગવાનભાઇ ભગત પાસે નાણાંની ઉઘરાણી કરવા માટે લાકડીયાના વિજ્યભા ખેતાભા ગઢવી, શિવલખાના કુલદીપસિંહ કાલુભા જાડેજા, સિધૃધરાજસિંહ બળવંતસિંહ જાડેજા રહે લાકડીયા તાથા મુળ લાકડીયાના અને હાલ મુંબઇ રહેતા ઈમરાન અબ્દુલ રાઉમા નામના ચાર શખ્સો બ્લેક રંગની નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં આવ્યાં હતા. જીતુભાઇ ઘરે ન હોવાથી જીતુભાઇના માતા કસ્તુરબેન તેમજ હરીભાઇના પત્ની સવિતાબેન ઘરે હાજર હોઇ આરોપીઓએ જીતુભાઇ ક્યા છે. તેમની પાસેાથી અમોને રૃપિયા લેવાના છે. તેમ કહી નહીંતર જીતુભાઇને જાનાથી મારી નાખશુ તેવી ધાકાધમકી આપી હતી. જીતુભાઇના પિતા ગામમાં મંદિરે ગયા હોવાનું જાણ આરોપીઓ ગામના ચોકમાં મંદિર પાસે પહોચ્યા હતા. દરમિયાન ગામ લોકોનું મોટું ટોળું એકઠું થઇ ગયું હતું. આરોપીઓએ ગામ લોકો સાથે ઉગ્રબોલાચાલી કરીને કાર લઇને નીકળી ગયા હતા. ગામના લોકોએ આરોપીઓની કારને રોકવાની પ્રયાસ કરતાં આરોપીઓ પૈકી એક આરોપીએ કારનો દરવાજો ખોલીને ગામ લોકોના ટોળા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના અંગે ગામના સરપંચ લાલજીભાઈ મહેશ્વરીએ ગઢશીશા પીએસઆઈને ફોન પર જાણ કરતાં પીએસઆઈ ડી.એન. વસાવા બે પોલીસ વાહન સાથે નાની વિરાણી ગામે જવા નીકળ્યા ત્યાં રસ્તામાં ક્રેટા કાર સામે મળતાં તેમણે અટકાવવા પ્રયાસ કરેલો પરંતુ આરોપીઓ પૂરઝડપે ગાડી હંકારી ગયાં હતાં. જેાથી પોલીસે નાકા બંધી કરીને કારનો પીછો કર્યો હતો. કાર શેરડી ગામ પાસે પણ પોલીસે રોડ પર રાખેલા ટાયરો પરાથી કાર કુદાવીને વાંઢ થઇને કોડાય પાસે પહોંચતાં કોડાય પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કાર ધૂણઇ પાસેાથી પરત ફરીને કોડાય પુલ તરફ આવતાં કોડાય પોલીસે બે ટ્રકો વચ્ચે મુકીને આરોપીઓની કારને કાર્ડન કરી આરોપીઓને ઝડપી પાડયા હતા. નાની વિરાણીના સુનીલ નાનજીભાઇ પેટેલની ફરિયાદ પરાથી ગઢશીશા પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને આર્મએક્ટનો ગુનો નોંધીને ૧૪ દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ પાસેાથી હિાથયાર કબજે કરવા સહિતની વિગતો મુળવા વાધુ પુછપરછ હાથ ધરી છે.