નખત્રાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માત્ર ૫૩.૧૬ ટકા જેટલું મતદાન થયું
- ગાજ્યા મેઘ વરસ્યા નહિં, નીચુ મતદાન કોને ફળશે?
- કોટડા(જ) ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૭૮.૦૯ ટકા મતદાન
નખત્રાણા,તા.૧૯
કચ્છની સૌથી મોટી જુાથ ગ્રામ પંચાયત નખત્રાણા મહિલા સરપંચ માટે આજે રવિવારે મતદાન યોજાયુ હતુ. સવારે ૮થી સાંજે પ કલાક સુાધી ચાલેલ મતદાન પ્રક્રિયા સવારે ધીમી ગતિએ ચાલી હતી. ત્યારબાદ બપોરે ૩થી ૫ દરમિયાન મધ્યમ મતદાન રહ્યુ હતુ.
કુલ ૧૯ વોર્ડ આવેલા છે જેમાંથી કુલ મતદારો ૧૫૪૬૨માંથી મતદાન થવાનું હતુ. જેમાં, પુરૃષ-૪૨૬૨ અને સ્ત્રી-૩૯૫૮ મળીને કુલ ૮૨૨૦ મતદાતાઓએ મતદાન કર્યુ હતુ. આમ, કુલ ૫૩.૮૬% મધ્યમ મતદાન થયુ હતુ. તાલુકાના કોટડા જ ગ્રામ પંચાયત મહિલા સરપંચ માટે ચુંટણી યોજાઈ હતી જેમાં કુલ ૮૦૮ મતદારોમાંથી સ્ત્રી-૨૯૫ અને પુરૃષ-૩૩૬ આમ કુલ ૬૩૧ મતદારોએ મતદાન કર્યુ હતુ. કુલ મતદાન ૭૮.૦૯% ભારે મતદાન થયુ હતુ. મંગળવારે મામલતદાર કચેરી ખાતે પરિણામ જાહેર કરાશે. તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયા છે. નખત્રાણા સરપંચની ચુંટણી હવે ભરેલુ નાળિયેર છે. કેમ કે જે રીતે ઓછુ મતદાન થયુ છે તે કોને ફાયદો કરાવશે? કહેવુ મુશ્કેલ છે. પાટીદારમાં કેટલા મતદારોમાં ભાગલા પડયા છે. તેવી રીતે મુસ્લિમ અને દલિતની મોટી વોટબેંક કોને ફાયદો કરાવશે. ઈતર જ્ઞાતિમાં રબારીના મતો નિર્ણાયક બની રહેશે કે અન્ય સમાજનું વોટીંગ ધાર્યા કરતા નીચુ રહેતા જુદુ જ પરિણામ આવી શકે તેમ છે.