ગાંધીધામમાં પાલિકાએ રેલવે કોલોની પાસે બનાવેલું નાળુ જાતે જ તોડી નાંખ્યું
- અડધણ આયોજનના કારણે પ્રજાના પૈસાનું પાણી
- લાંબા સમયથી ચાલી રહેલી કામગીરીના કારણે ૩૦૦ જેટલા વેપારીઓના ધંધા-રોજગારને પણ માઠી અસર
ભુજ,શનિવાર
જિલ્લાના આિાર્થક પાટનગર ગાંધીધામ શહેરમાં રેલવે કોલોનીના તાળા તોડી બાંધકામ કરવામાં આવ્યું હતું અને ૩૦૦ જેટલા કેબીન ધારકો અહીં પોતાનો વ્યવસાય સંભાળી રહ્યા હતા પરંતુ હવે પાલિકા દ્વારા નાળામાં પીલર બનાવાના હોઈ નાળો તોડવામાં આવી રહ્યો છે. ત્યારે જવાબદારો કોઈ પ્લાનીંગ વગર અગાઉ નાળો કરાયો હોઈ જનતાના નાણાનો વ્યય થઈ રહ્યો છે.
શહેરના રેલવે કોલોની વિસ્તારમાં આવેલો વરસાદી નાળો બનાવતી વખતે જે તે સમયે પાલિકા દ્વારા પિલ્લર ન નખાતા પ્લાનીંગ વગર કરાયેલા કામના કારણે હાલે પુનઃ પિલ્લર બનાવવા નાળાને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે અંદાજીત ૩૦૦ જેટલા લોકોના ધંધા-રોજગાર છીનવાઈ ગયાનું કચ્છ લેબર ગુ્રપના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વધુમાં કહ્યા મુજબ રેલવે કોલોનીના નાળાનું બાંધકામ આર સીસી થયા પછી તેનું તોડફોડ કરીને હવે પીલ્લર નાખવામાં આવી રહ્યા છે. પાલિકા પાસે વ્યવસિૃથત ઈન્જરનીયર ન હોવાનું દેખાઈ રહ્યું છે. તંત્રની અણ આવડતના કારણે પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. ઉપરાંત ૩૦૦ જેટલા ધંધાર્થીઓની દુકાનો તોડી પડાતા હવે દુકાનદારોની દુકાનોનો કબ્જો ક્યારે મળશે એ પણ યક્ષ પ્રશ્ન છે. ધંધાર્થીઓના ધંધા રોજગાર છીનવાતા તેમના પરિવારને પણ હાલની પરિસિૃથતિમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યંુ હોવાનું પ્રમુખ દશરાથસિંહ ખેંગારોતએ જણાવ્યું છે. તાથા આ નાળાના કામમાં ગાંધીધામ સુાધરાઈનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. આ બાબતે યોગ્ય તપાસ થવા માંગણી કરી છે.