Get The App

આદિપુરની હોટલમાં પાલિકાના દરોડા, જ્યારે ભુજમાં ભેળસેળિયાને લીલાલ્હેર

- રેસ્ટોરેન્ટ, લોજ, ઢાબા, ફુડકોર્ટ, હોટલોને મોકળુ મેદાન

- જિલ્લા ફુડ વિભાગ સ્ટાફ ઓછો હોવાના આલાપ સાથે મર્યાદિત કામ કરતો હોવાથી લોકોને પીરસાતા બિનઆરોગ્યપ્રદ ભોજન

Updated: Nov 12th, 2019

GS TEAM


Google News
Google News
આદિપુરની હોટલમાં પાલિકાના દરોડા, જ્યારે ભુજમાં ભેળસેળિયાને લીલાલ્હેર 1 - image

ભુજ, સોમવાર 

આદિપુરમાં ગાંધીધામ પાલિકાના ફુડ ઈન્સ્પેકટર દ્વારા કેટલીક નામચીન રેસ્ટોરેન્ટ, જાણીતી ફુડ ચેઈન સહીતની હોટલોમાં તપાસ સાથે પીઝા, પાસ્તા તાથા અન્ય ચીજોના નમુના લેવાયા હતા. ત્યારે ભુજમાં આ પ્રકારની કામગીરી સુાધરાઈ દ્વારા ક્યારે કરાશે તેવો સવાલ ઉઠયો છે. શાસકોના  નિષ્ક્રીયતા થકી ભુજપાલિકામાં વર્ષોથી ફુડ ઈન્સ્પેકટરની જગ્યા જ ખાલી છે.આ જગ્યા ભરાય કે જીવંત કરાય તેવી રજુઆત કે સક્રીયતા શાસકો કે ધારાસભ્યોએ દર્શાવી જ ન હોવાથી ભુજમાં બિલાડીના ટોપની ફુટી નીકળેલી ભેળસેળ કરતી કેટલીક હોટલોને લીલાલહેર છે.

છેલ્લા ૩ વર્ષમાં ભુજમાં ગલી ગલીએ ફુડકોર્ટ ખુલી ગયા છે. રેસ્ટોરેન્ટ,લોજ, ઢાબા, હોટલ, જાણીતી ખાદ્યબ્રાન્ડની ફ્રેન્ચાઈઝીઓના ભુજમાં ધામા છે. નાની હોટલ હોય કે મોટી હોટલ તમામ ઠેકાણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે પરંતુ વહીવટીતંત્રાથી માંડીને પાલિકાએ આ બાબતે દરકાર લીધી નાથી. સ્ટાફ વગરના પાંગળા જિલ્લા ફુડ વિભાગ પર આખા જિલ્લા સાથે ભુજની જવાબદારી સોંપીને વહીવટકારો ફરજ બજાવતા હોવાનો સંતોષ માની રહ્યા છે. બીજીતરફ જિલ્લા ફુડ વિભાગ ભાગ્યેજ કોઈ હોટલોની ચેકીંગ કે નમુના લે છે. ૯૦ ટકા હોટલોમાં ચેકીંગ થતા નાથી જેના કારણે વાસી, બિમારી ફેલાવનારુ ભોજન પીરસાય છે. ભુજ જ્યારે ખોબા જેટલું હતું ત્યારે ફુડ ઈન્સ્પેકટરની જગ્યા હતી. પરંતુ ભુકંપ બાદ ભુજ બે ગણું વિકસ્યું છે ત્યારે આ જગ્યા બેવડાવી જોઈઅ ેતેના બદલે રદ કરી નખાઈ હોય તેવો તાલ છે. ભુજપાલિકામાં એક દાયકાથી આ જગ્યા ખાલી જ છે. સરકાર સુાધી આ જગ્યાની જરૃરીયાત લોકહિત માટે કેટલી છે તેની રજુઆત જ નિંભર નગરપતિઓ કે ચીફ ઓફીસરોએ કરી નાથી. ધારાસભ્યો પણ આ બાબતે મૌનસેવીને બેઠા છે પરીણામે ભુજમાં ખાદ્યપદાર્થોનો ધંધો કરનારાઓને ખુલ્લો દૌર મળી ગયો છે. જિલ્લા ફુડ વિભાગ કાગળ પર બે- ત્રણ કેસ કરીને ગાડુ ગબડાવે છે જેને ઉપરી અમલદારો પણ ચલાવે છે જે નીચેાથી ઉપર સુાધી ચાલતા ભ્રષ્ટાચાર તરફ અંગુલી નિર્દેશ કરે છે. જાગૃતો દ્વારા સુાધરાઈ દ્વારા ફુડ ઈન્સ્પેકટરની જગ્યા ભરવા રજુઆત કરીને કામગીરી કરાય તેવી માંગણી કરાઈ છે. કલેકટર પણ જિલ્લા ફુડ વિભાગને સક્રીય કરે તે રજુઆત છે.

Tags :