મુંબઈની ત્રીજી વ્યકિત કચ્છમાં કોરોના લાવી અંજારના બુઢારમોરા ગામનો યુવક પોઝીટીવ
- મુંદરા આવેલો શીપ ક્રુ મેમ્બર,ભુજની તબિબ યુવતી બાદ મુંબઈનો ત્રીજો કેસ
- તાવ અને શ્વાસમાં લેવા તકલીફ સર્જાતા હોમ ક્વોરનેટાઈનમાંથી ગંભીર હાલતમાં ખસેડાયો હતો જી.કે.માં
ભુજ, રવિવાર
મુંબઈાથી આવનાર લોકો કચ્છને રેડઝોનમાં લઈ જશે તેવો ભય સાચો પડી રહ્યો છે. સતત ત્રીજી વ્યક્તિ કચ્છમાં કોરોના લઈને આવી છે. તા.૭ મેના મુંબઈાથી ૨૭ યુવકો સાથે બે બસભરીને આવેલા અંજાર તાલુકાના બુઢારમોરાના યુવકને ગઈકાલે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા ગંભીર હાલતમાં ભુજની જી.કે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જેમાં તેનો કોરોના ટેસ્ટ કરાતા તે રવિવારે પોઝીટીવ આવતા માત્ર હોમ ક્વોરેન્ટાઈનની થીયરી અપનાવી રહેલું તંત્ર ઉંધા ખાંધે દોડતું થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ ૩૦ વર્ષના પ્રવિણ હરીલાલ સાથવારા તા.૭ના મુંબઈાથી કચ્છ આવ્યો હતોે. તેની સાથે અન્ય ૨૭ યુવકો પણ સામેલ હતા જે બે બસ મારફતે વતન આવ્યા હતા. જે તમામને તંત્રે પોતાની હોમ ક્વોરેન્ટાઈનની થીયરી મુજબ તા.૨૦ સુાધી ઘરે ક્વોરેન્ટાઈન કર્યા હતા. પરંતુ બદનસીબે બુઢારમુરાના યુવકને તા.૯ના અચાનક તાવ, ઉાધરસ અને શ્વાસની તકલીફ થતા તેને ૧૦૮ મારફતે જનરલ હોસ્પિટલમાં રીફર કરાયો હતોે.જ્યાં તેનું સેમ્પલ લેવાતા તા.૧૦ના તે પોઝીટીવ આવતા કચ્છમાં ફરી તંત્રની દોડાદોડી શરૃ થઈ ગઈ હતી. આ યુવક જે બસમાં આવ્યો તેમાં અન્ય ૧૫ થી ૧૬ જેટલા મુસાફરો હતા તેાથી આ તમામને ટ્રેસ કરવાની કામગીરી શરૃ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કોવીડના દર્દીઓમાં અનેક દિવસો સુાધી લક્ષણો જણાતા નાથી આમછતાં તેઓ પોઝીટીવ હોય છે. ત્યારે બહારના આવનારા લોકોને માત્ર પુછપુરછ કે તાપમાન માપીને ઘરે જવા દેવા કેટલા અંશે યોગ્ય છે તે બુઢારમારોના દર્દીનો કેસ સાક્ષી પુરે છે.