મુંદરા પોલીસમાં ત્રણ શખ્સો સામે બે ફરિયાદ
ફોટા વાયરલ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી બળજબરી શરીર સબંધ બાંધ્યો
ભુજ: મુંદરાના મોટા કપાયા ગામે રહેતી બે પરણીત મહિલાઓને ફોટા વાયરલ કરી બદનામ કરી બાળકોને મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યા અંગેની મુંદરા પોલીસ મથકે અલગ અલગ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં ત્રણ આરોપીઓ પૈકી એક શખ્સ સામે બે ફરિયાદ દાખલ થઇ છે.
મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બન્ને બનાવ ગત એક વર્ષથી ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન બન્યા હતા. ૨૫ વર્ષીય ભોગબનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે. આરોપી ભરત રામજી ડોરૂ (રહે મોટા કપાયા) સાથે તેની ઓળખાણ હોઇ મરજીથી હોઇ જે બાદમાં ફરિયાદીને સબંધ રાખવો ન હોવા ન હોવાથી આરોપી ભરત અવાર નવાર સબંધ રાખવા માગણી કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આરોપી ભરતે ફરિયાદીના મોબાઇલ નંબર આરોપી વાલજી કાનજી કોચરાને આપી દેતાં આરોપી વાલજીએ ફરિયાદી મહિલાને ફોન કરી શરીર સબંધ બાંધવાની બિભત્સ માગણી કરી હતી.
બીજા બનાવમાં મુંદરા પોલીસ મથકે ૩૫ વર્ષીય મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી હિતેશ પ્રહલાદ દરજી (રહે મોટા કપાયા) સાથે અગાઉ પ્રેમ સબંધ હોઇ જે ફરિયાદી રાખવા માગતા ન હોવા છતાં આરોપી ફરિયાદી મહિલાના ઘરે આવીને ફરિયાદી મહિલાને બદનામ કરવા અને બાળકોને મારી નાખવાની ધમકી આપીને ફરિયાદી મહિલા સાથે ત્રણ વખત શરીર સબંધ બાંધી આરોપી ભરત ડોરૂને સાથે શરીર સબંધ બાંધ રાખવાનું કહી બિભત્સ માગણી કરી હતી. મુંદરા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


