Get The App

બે અઠવાડિયાથી વધારે ઉધરસ હોય તો ટીબીનું નિદાન કરાવવું જરૃરી

- ઝરપરા ખાતે કોરોના વોરિયર્સનું સન્માન, ટીબી અંગે માર્ગદર્શન અપાયું

Updated: Mar 21st, 2021

GS TEAM


Google News
Google News

ભુજ,શનિવાર

તાજેતરમાં ઝરપરા ખાતે યોજાયેલ મિટિંગમાં સોમવારાથી શરૃ થતાં સઘન ટીબી કેસ મોજણી અભિયાન અંગે માહિતી આપતા કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાએ જણાવ્યું હતંપ કે ૨૨ માર્ચાથી એક અઠવાડિયા માટે આશાઓ અને આરોગ્ય કાર્યકર દ્વારા ઘરે ઘરે ફરીને ટીબીના સક્રિય કેસોને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે બે અઠવાડિયાથી વાધારે ઉાધરસ હોય, સાંજના સમયે તાવનો અનુભવ થવો, ભૂખ ઓછી લાગવી, વજનમાં અચાનક ઘટાડો થવો, પરસેવો થવો, ગળફામાં લોહી પડવું જેવા લક્ષણો જણાય તો ટીબીનું નિદાન અવશ્ય કરાવી લેવું જોઈએ અને આ માટે સૃથળ પર જ આરોગ્ય ટિમો દ્વારા ગળફાનો નમૂનો લઈને નિદાન કરી આપવામાં આવનાર છે ત્યારે લોકોએ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. સમયસર નિદાન કરાવ્યા બાદ સંપૂર્ણ સારવાર લેવામાં આવે તો ટીબી ચોક્કસપણે મટી શકે છે.

વ્યસનો ઉપરાંત ઘર કે આસપાસના વાતાવરણમાં અસ્વચ્છતા વગેરે કારણો  પણ આ રોગ માટે જવાબદાર ઃ ટીબી સુપરવાઈઝર 

તાલુકા ટીબી સુપરવાઈઝર મેઘજીભાઈ સોધમે ટીબી થવાનાં સામાન્ય કારણોમાં અપૂરતુ અને અસમતોલ આહાર, બીડી- સિગારેટ જેવા ઘૂમ્રપાન, દારૃનું વ્યસન, બિન આરોગ્યપ્રદ રહેણીકરણી અને અપૂરતું પોષણ,  ટીબી જેમને થયું હોય તેવા દર્દીઓના સતત સંપર્કમાં આવવું વિગેરે ગણી શકાય. આ સિવાય ઔાધોગિક હરણફાળ ભરી રહેલા મુન્દ્રા તાલુકામાં ધૂ?ળ-રજકણ, કેમિકલ્સ, પ્રદૂષિત વાયુ, સાંકડા કે નાના ઘરોમાં વાધારે લોકોનો વસવાટ, ઘર કે આસપાસના વાતાવરણમાં અસ્વચ્છતા વગેરે પણ આ રોગ માટેના જવાબદાર કારણો ગણી શકાય એમ જણાવ્યું હતું. કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઈ દરમ્યાન દિવસ રાત જોયા વગર તેમજ ઘર પરિવારની ચિંતા કર્યા વગર સરકારી ફરજનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી સ્વસૃથ સમાજના નિર્માણમાં સહભાગી થવા બદલ ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ તાથા આશા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને  આશાઓને કોવિડ રસીકરણ અંગે ઉદભવતા પ્રશ્નો અંગે ચર્ચા કરીને તેનું નિરાકરણ કરી વાધુમાં વાધુ લોકો રસી લે તેવી અપીલ કરવામાં આવી હતી.

Tags :