ભુજમાં ૫૦ હજારથી વધારે લોકોને પાણી પુરૃ પાડતો શિવકૃપા નગરનો ટાંકો તૂટયો
- વર્ષોથી લોકો તથા વિપક્ષ દ્વારા સમારકામની માગણી વચ્ચે
ભુજ, શુક્રવાર
ભુજમાં પાણીની મોકાણ પહેલાથી ચાલુ છે. નગરપતિ તાથા સત્તાધીશો દ્વારા ઉનાળા અંગેનું કોઈ આયોજન ન કરતા નળવાટે તો ઠીક ટેન્કરાથી પણ પાણી પહોંચી રહ્યું નાથી. આ કટોકટીભરી સિૃથતીમાં બેદરકાર અને નિંભર પદાિધકારીઓના કારણે શહેરના પાંચ વોર્ડને પાણી સપ્લાય કરતો શિવકૃપા નગરનો જર્જરિત ટાંકો જ તુટી પડતા પાણીનો પ્રશ્ન હવે વધુ વિકટ બને તેવા એંધાણ છે. છેલ્લા એક દાયકાથી આ ટાંકો અતિશય જર્જરીત હાલતમાં છે. ભુકંપ બાદ ટાંકાને નવો બનાવાવની ચાલતી વાતો આજદિન સુાધી સાકાર થઈ નાથી. છેલ્લી બે ટર્માથી ધારાસભ્ય અનેકવાર નવા ટાંકા બનાવવાની વાતો કરી ચુક્યા છે પરંતુ એક ટકો કામગીરી કરાવી નાથી. તે વચ્ચે આજે પાંચ વોર્ડના ૫૦ હજારાથી વધુ લોકોને પાણી પુરૃ પાડતો ટાંકાએ દમ તોડી દિાધો હતો. વહેલી સવારે સ્લેબ એકાએક ધરાશયી થઈને ટાંકામાં પડી જતાં દોડાદોડ થઈ ગઈ હતી. નસીબ જોગે આ સમયે કર્મચારીઓ ટાંકા પર ન હતા નહી તો જાનહાની થવાની શક્યતા હતી. આ દુર્ઘટનાના પગલે પોલીસ પણ દોડી આવી હતી. તો ચીફ ઓફીસરે મુલાકાત લીધી હતી. નવાઈ વચ્ચે નગરપતિ કે અન્ય કોઈ પદાિધકારીઓ તો ડોકાયા જ ન હતા. ભરઉનાળે સંપુર્ણ ટાંકો બિનઉપયોગી બની ગયો છે. પહેલાથી જ સ્ટોરેજ ટેન્ક ઓછા હોવાથી લોકોને સાત દિવસે પાણી અપાય છે તેમાં પણ એક ટાંકાનો એકડો નીકળી જતાં લોકોને પાણી વગર રીતસર તરસ્યા મરવું પડશે તેવા દિવસો આવશેે. ટાંકાની અડાધી સ્લેબ તુટીને પડી ગઈ છે ત્યારે આનુ સમારકામ ક્યારે થશે અને લોકોને ક્યારે ફરી સપ્લાર્ય મળશે તે સવાલ વિકટ બન્યો છે. આટલું ઓછું હોય તેમ આવનારા દિવસોમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી આ ટાંકાની હાલત છે. જેાથી સ્લેબ નવી કરાશે તો દિવાલો પડી જાય તે હદે જર્જરીત બની ચુકી છે. ભુતકાળમાં ધારાસભ્ય દ્વારા દોઢ કરોડના ખર્ચે ૩ ટાંકા બનાવવાની વાતનું પાલન જો કરાયું હોત વિકલ્પ અન્ય ટાંકો હોત તો આખું ભુજ આવી બેદરકારીનો ભોગ બન્યું ન હોત.