Get The App

વિથોણ પંથકની આજુબાજુ 27થી વધુ પવનચક્કી દ્વારા ફેલાતું ધ્વની પ્રદુષણ

- માનવ વસાહતથી પવનચક્કી10 કિ.મી. દુર રાખો

- ગાંડા બાવળ પછી કચ્છનો સૌથી મોટી દુશ્મન સાબિત થઈ રહી છે

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
વિથોણ પંથકની આજુબાજુ 27થી વધુ પવનચક્કી દ્વારા ફેલાતું ધ્વની પ્રદુષણ 1 - image


ભુજ,તા.03 ફેબ્રુઆરી 2020 સોમવાર 

ગાંડા બાવળ પછી પશ્ચિમ કચ્છના પર્યાવરણનો સૌથી મોટો દુશ્મન એટલે પવન ચક્કી ઉદ્યોગ છે. આ પવન ચક્કીઓને માનવ વસાહતથી દુર રાખવા પર્યાવરણ પ્રેમીઓએ પત્ર પાઠવીને સરકારને અવગત કર્યા છે.

૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી તત્કાલિન પ્રધાનમંત્રીએ અમેરીકન બિયારણ (ગાંડો બાવળ) કચ્છની ધરતી ઉપર નાખ્યું હતું જેનાથી આજે કચ્છનો સીમાડો ગાંડો બાવળનો અમાનુષી અત્યાચાર ભોગવી રહ્યો છે અને કચ્છની ઉપજાઉ જમીન બંજર બની રહી છે. એજ રીતે અત્યાર કચ્છમાં મોટા પાયે પવન ચક્કી ઉભી કરવામાં આવે છે જેનાથી કચ્છની  વનરાજી પ્રકૃતિનું નખ્ખદ કાઢી નાખવામાં કોઈ કસર બાકી નથી રાખી. તોતીંગ ઉપકરણોની આવા ગમનના કારણે અનેક દુર્લભ વનસ્પતિઓનો ખો નીકળી રહ્યો છે. ઉપરાંત આડેધડ વૃક્ષોનું છેદન થતું જોઈ પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે.

બીજી બાજુ પવન ચક્કીઓ દ્વારા ધ્વની પ્રદુષણ સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર માઠી અસર કરે છે. ઉપરાંત તોતીંગ સાધનો સાથેના વાહનોની અવર જવરમાં નાના-મોટા અકસ્માતોની ઘટના પણ અવર નવાર અખબારોના પાને ચમકતી રહે છે.

ગામડાઓની નજીક ફરતી પવન ચક્કીઓમાં ખૂબ જ ઘોંઘાટ અવાજ પ્રદુષણ ફેલાવતા હોવાનું સ્થાનિકો જણાવતા વધુમાં કહે છે કે, આ ઘોંઘાટ જીવસૃષ્ટિ માટે નુકશાનકારક સાબિત થઈ રહ્યા છે. આ પવન ચક્કીઓમાં રણ વિસ્તારમાં નાખવામાં આવે તેવી ઘા ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવી હોવાનું જીવયાપ્રેમીઓ જણાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વિથોણ પંથકની આજુબાજુમાં ર૭થી વધુ પવન ચક્કીઓ ધ્વની પ્રદુષણ ફેલાવી રહી છે અને તંત્રની બેદરકારીના ભોગ લોકો બની રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

Tags :