કચ્છમાં વધારે ત્રણ શંકાસ્પદ દર્દી દાખલ : નવા 2190નું સ્ક્રીનિંગ
- આરોગ્ય તંત્રે અત્યારસુધી ૫૦૦ લોકોના કોરોના ટેસ્ટ કર્યા
- કંડલાની મહિલા, નિંગાળ તથા ભુજના યુવકોની સારવાર શરૃ
ભુજ, સોમવાર
કચ્છમાં કોરોના મહામારી નિયંત્રણમાં છે. જો કે રોજ શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે. તેવી સિૃથતિ વચ્ચે આજે વધુ ૩ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. આ તમામને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ કંડલાની ૫૪ વર્ષીય મહિલા તાથા અંજાર તાલુકાના નિંગાળના ૩૦ વર્ષીય યુવક તાથા ભુજના ૨૨ વર્ષીય યુવકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજીતરફ નવા ૧૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે લેવાયેલા ૧૯ લોકોના સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો.
વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં નવા ૨૧૯૦ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૭૭૧૬૨ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, જેમાંથી અત્યાર સુાધીમાં કુલ ૫૦૦ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં ૨ કેસ પોઝીટીવ છે. અત્યાર સુાધીમાં કુલ ૪૭૫ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, અત્યાર સુાધીમાં કુલ ૩૮ જેટલા સેમ્પલ રિજેકટ કરવામાં આવ્યા છે.