Get The App

મોઢવામાં દરિયા કિનારો જોખમાય તે રીતે કોલસાનો કરાતો કાળો કારોબાર

- ૫૦ વર્ષ પહેલા રોપાયેલી ઝાડી વનખાતાની અમીદષ્ટિ હેઠળ કપાઈ રહી છે

- મીઠી ઝાડીનું નિંકદન નીકળી જતાં જમીન ખારી થવા ઉપરાંત રેતીનો વિસ્તાર પણ આગળ વધી જવાની ભીતિ

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
મોઢવામાં દરિયા કિનારો જોખમાય તે રીતે કોલસાનો કરાતો કાળો કારોબાર 1 - image

ભુજ, ગુરૃવાર

માંડવી તાલુકાના મોઢવા ગામે કોલસા બનાવવા ઝાડી કાપવાની અિધકારીઓ દ્વારા આપેલી મંજુરી સૃથાનિક પર્યાવરણનો સોંથ વાળી દિાધો છે. દરિયા કિનારાની ખારાશ આગળ ન વાધે તે માટે ૫૦ વર્ષ પહેલા રોપાયેલા ઝાડવા કપાઈ રહ્યા હોવાથી આસપાસનો વિસ્તાર ખારાપટમાં ફેરવાઈ જતાં વાડીઓનું નિંકદન નીકળી જશે તેવા રોષ સાથે ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી છે.

મોઢવામાં કોલસા બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેના કારણે આસપાસની સેંકડો ઝાડીઓનો સોંથ વળી ગયો છે. જો અહીંથી ઝાડીઓનું નિકંદન નીકળી જાય તો ખારાશ વાધી જશે અને  દરીયાઈ રેતીથી આજુબાજુના ગામ અને ખેતી વાડી વિસ્તાર પ્રભાવિત થાય તેમ છે.૬ માસ પહેલા પણ વનખાતા તાથા મામલતદારને આવેદન અપાયા છતાં નિંભર જવાબદારોએ કાર્યવાહી ન કરતા સેંકડો ઝાડીઓનો સોંથ નીકળી ગયો છે. જો ઝાડી સફાચટ્ટ થશે તો દરીયાઈ રેતીથી જમીન  ખારી થવા ઉપરાંત ઘર રેતીથી ઢંકાઈ જશે. ગામવાસીઓના વિરોધ છતાં જંગલખાતું વૃક્ષોનું નિંકદન કાઢવા  શા માટે પરવાનગી આપી રહ્યું છે તે તપાસનો મુદો બન્યો છે.  જંગલખાતાના નિયમ અનુસાર દરીયાથી ૨ કિ.મીના અંતર સુાધીના ભાગમાં ઝાડી કાપવા કે કોલસા બનાવાવની મંજુરી આપવામાં આવતી નાથી. તો આ વિસ્તારમાં શા માટે અપાઈ છે તેની તપાસ કરાય તે જરૃરી છે. તા. ૩૦ જુન થી ૧ ઓકટોબર સુાધી કોલસા બનાવવાનું અને ઝાડી કાપવાનું કામ દર વર્ષે વનખાતા દ્વારા બંધ કરવામાં આવે છે છતાં પણ હાલે અહીં કામગીરી કેમ ચાલુ છે તે શંકાનો વિષય બન્યો છે. જો અિધકારીઓ આ અંગે દાદ નહી ંઆપે તો આંદોલન કરાશે તેવી ચીમકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી દ્વારા અપાઈ હતી.


Tags :