ઢોરો ગામની બાળા પર મૌલાનાએ દુષ્કર્મ આચરતા ચકચાર
- વર્ષ 2015થી અત્યાર સુધીના સમયગાળામાં ચાર વખત ભોગ બનાવી
- પતિની હિંમત બાદ અંતે નરા પોલીસ મથકે ફરિયાદ
ભુજ, તા. 14 જુલાઈ 2020, મંગળવાર
નખત્રાણા તાલુકાના ઢોરો ગામની બાળા પર મૌલાનાએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. પતિની હિંમત બાદ તેણીએ ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧પમાં તે ૧૪ વર્ષની હતી ત્યારે ગામના મદ્રેસામાં નજીકના વઝીરા વાંઢના સમસુદ્દીન હાજી સુલેમાન જત નામનો મૌલાના તેમને ભણાવતો હતો, આ શખ્સ મદ્રેસામાં રહેતો હતો, ર૦૧પમાં એક દિવસ મૌલાનાએ તેના પોતાના મેલા કપડા ધોઈ આપવાનું તેણીને જણાવ્યું હતું, તે બાથરૂમમાં મેલા કપડા ધોવા ગઈ હતી ત્યારે આ શખ્સે તેને અડપલા કરીને દુષ્કર્મ આચર્યું હતું. તેણીને કોઈને કહેશે તો તારી બદનામી થશે અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ ર૦૧૯ સુધી અલગ અલગ સમયે ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.
કંટાળીને તેણીએ મદ્રેસામાં જવાનુ ંબંધ કર્યું હતું, થોડા મહિના પૂર્વે આ યુવતીના લગ્ન થઈ ગયા હતા, આજથી ર૦ દિવસ અગાઉ તેને મૌલાનાના કરતુત અંગે પતિને જણાવતા પતિએ આવુ ખરાબ કૃત્ય કરનાર મૌલાનાને સજા મળવી જોઈએ તેવું જણાવીને હિંમત આપી હતી, આજે નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસની તપાસ હાથ ધરતા પીએસઆઈ પરમારે જણાવ્યું હતું કે, આ કેસમાં જેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.