Get The App

મસ્કતમાં કચ્છના અનેક યુવાનો ફસાયા પગાર અને બે ટંક ખાવાના પણ ફાંફા

- કોરોના વાયરસના લીધે રોજગારીઅર્થે ગયેલા યુવાનો પર મોટી આફત આવી પડી

- કચ્છ પરત આવવા ભારત સરકાર પાસે માંગી મદદ રહ્યા છે ઃ માંગ સંતોષવામાં આવતી ન હોવાથી હડતાલ પર ઉતર્યા

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
મસ્કતમાં કચ્છના અનેક યુવાનો ફસાયા પગાર અને બે ટંક ખાવાના પણ ફાંફા 1 - image

ભુજ,શનિવાર

રોજગારી આૃર્થે મસ્કત ઓમાન ગયેલા કચ્છના અનેક યુવાનો ફસાયા છે. કોરોના કાળમાં લોકડાઉનના પગલે વિવિાધ પ્લાન્ટ બંધ થયા છે અને લોકોને છુટા કરવામાં આવ્યા. આવી જ પરિસિૃથતીનો ભોગ કચ્છના યુવકો વિદેશમાં પણ બન્યા છે અને પગાર પણ ન મળવાથી હવે બે ટંક ખાવાના પણ ફાંફા છે. પરત વતન આવવાની માંગ સાથે મસ્કતમાં હડતાલ કરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, કચ્છના નખત્રાણા, વિરાણી, કોટડા માથલ, માનકુવા, સુખપર, ભુજ,ગાંધીધામ,કેરા, બળદીયા, જામાથડા અને માંડવી સહિતના વિસ્તારોમાંથી રોજીરોટી આૃર્થેે અનેક યુવાનો મસ્કત ઓમાન ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશની ધરતી પર રોજીરોટી મેળવી રહ્યા છે. પરંતુ, વિદેશની ધરતી પર રોજી રોટી કમાવવા ગયેલા યુવાનોની હાલત કફોડી બની જવા પામી છે. તેઓ પરત ભારત આવવા માંગે છે.

કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર થવાથી કામદારો બેકાર બની ગયા હતા. દેશ અને રાજયની સાથોસાથ કચ્છમાં પણ કામદારો વતન ભણી ગયા હતા. છેલ્લે છેલ્લે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મદદરૃપ બનીને પરપ્રાંતીય કામદારોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા. પરંતુ, જયારે વિદેશમાં દેશના યુવાનો ફસાયા હોય ત્યારે તેમને કોની મદદ માંગવી એવી મુશ્કેલી કચ્છના યુવાનો માટે ઉભી થઈ છે.

મસ્કત ઓમાન ગયેલા કચ્છના જુદા જુદા ગામોના લોકોને છેલ્લા કેટલાક મહિનાઓાથી મસ્કતમાં પગાર પણ ચુકવવામાં આવતો નાથી. અને પોતે બેરોજગાર બનીને બેઠા છે. કંપની દ્વારા પગાર આપવામાં આવતો નાથી અને કનડગત કરવામાં આવી રહી છે. ત્યારે, પગાર ન મળવાથી યુવાનો હડતાલ પર ઉતર્યા હતા. અને તેઓ પરત વતન આવવા ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

Tags :