Get The App

કચ્છમાં ઘણા નાના-મોટા ધંધાર્થીઓએ મને કમને વ્યવસાયો બંધ કરવા પડયા!

- નોટબંધી, જીએસટી અને હવે લોકડાઉન ઈફેક્ટ

- દુકાનના ભાડા, લાઈટ બીલના ખર્ચા અને કર્મચારીઓના પગાર કાઢવા ક્યાંથી? બજારમાં ઘરાકી જામતા દિવાળી આવી જશે

Updated: Jun 14th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં ઘણા નાના-મોટા ધંધાર્થીઓએ મને કમને વ્યવસાયો બંધ કરવા પડયા! 1 - image

ભુજ, શનિવાર

કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન લાગુ કરવામાં આવતા લોકાડાઉનાથી આૃર્થતંત્રને હાની પહોંચી છે. વેપાર ધંધા પછી ધમાધમતા થાય તે માટે અનલોક-૧ અમલી થવા સાથે આંશિક છુટછાટો પણ વાધારવામાં આવી છે. છતાં પહેલાથી જ છવાયેલા મંદીના માહોલમાં લોકડાઉને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.  જેને લઈને કચ્છમાં અનેક નાના ધંધાર્થીઓને વ્યવસાય બંધ કરી દેવાની ફરજ પડી છે.

પ્રારંભે ૨૦૧૬માં નોટબંધી લાગુ કરી કેન્દ્રની સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની ચલણની નોટોને રદ કરતા સામાન્ય જનાથી લઈને ઔદ્યોગિક વિશ્વમાં હાહાકાર મચવા પામ્યો હતો. નોટબંધીમાં માર્કેટમાં ફરતા રૃપિયાની ગતિ ધીમી પડતા મંદીનો દોર શરૃ થયો હતો. હજી આમાં કળ વળે ન વળે ત્યાં ૨૦૧૭માં જીએસટી અમલી બનતા મંદીનો માહોલ વધુ ઘેરો બન્યો હતો. લગભગ ૨૦૧૬થી મંદીના માર વચ્ચે નાના ધંધાર્થીઓ માંડ ધંધો રોજગાર ચાલુ રાખ્યો હતો. ત્યાં વૈશ્વિક મહામારીના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનતા વેપારીઓની રહી સહી આશા પર પાણી ફરી વળ્યું જેના થકી જિલ્લામાથક ભુજ સહિત કચ્છ જિલ્લામાં અનેક નાના-મોટા ધંધાર્થીઓએ વ્યવસાય બંધ કરતા મન બનાવી લીધું છે. પ્રાથમ ૨૨ માર્ચના જનતા કફર્યું અને ત્યારબાદ લોકાડાઉન લાગુ કરવામાં આવ્યું. લોકાડાઉન ૩૧ મે ના પુર્ણ થતા ૧ જુનાથી અનલોક-૧ હાલમાં અમલમાં છે. એમાં પણ વ્યવાસયકારો માટે નિયત સમયની મર્યાદા તાથા સરકારી ગાઈડ લાઈનના પગલે ધંધાર્થીઓ આમ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો બીજીતરફ પુર્ણતા લોકલ ટ્રાન્સપોર્ટેશન શરૃ ન થતા ગ્રામ્ય વિસ્તારની ઘરાકી અદ્રશ્ય છે. ત્યારે બજારમાં ગ્રાહકોની જ ચહલ-પહલ નાથી તો ધંધો થાય કઈ રીતે ઘણા વેપારીઓને તો દુકાનના ભાડા પણ નાથી નીકળતા એમાં લાઈટબીલ-દુકાનના કર્મચારીઓના પગાર સહિતના નાના-મોટા ખર્ચા કર્યા બાદ વેપારમાં નફો રળવો વર્તમાન પરિસિૃથતીમાં અશક્ય હોઈ ઘણા વેપારીઓ દુકાન બંધ કરી ઘરેાથી જ વેપાર કરવાનું શરૃ કરી દીધું છે. ઔ

Tags :