ભુજ તાલુકાના માધાપરની પદુવાડીમાં ૫૪ વર્ષિય આધેડ મહિલાને કોરોના
- ડ્રાઈવર પુત્ર,અંજારથી આવેલી દીકરી કે હોસ્પિટલમાંથી ચેપ લાગ્યાની આશંકા
- લોકલ ટ્રાન્સમીશનનો વધુ એક કેસ બહાર આવતા તંત્રમાં ચિંતા : નવાવાસમાં મુખ્ય રોડ પર આવેલા ટ્રસ્ટ માર્બલની પાછળના વિસ્તારને સીલ કરાયો
ભુજ, સોમવાર
કોરોના હવે લોકલ કોમ્યુનીટી ટ્રાન્સમિશન દ્વારા ફેલાઈ રહ્યો છે . એક પછી એક વાધતા કેસના કારણે લોકોમાં ચિંતા છે ત્યારે ફરી એકવાર આ પ્રકારનો કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. માધાપરના નવાવાસના પદુવાડી વિસ્તારમાં રહેતી આાધેડ મહિલાને કોરોના પોઝિટિવ નીકળતા રહેવાસીઓમાં ભય ફેલાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ ૫૪ વર્ષીય ભગવતીબેન મહેશ સોરઠીયાને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે સંશોધનનો વિષય બની ગયું છે. માધાપરમાં લોકલ ટ્રાન્સમિશન શરૃ થઈ ગયું છે તે આ મહિલાના કેસને જોતા લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મહિલાને ચેપ લાગ્યાની ચોક્કસ થીયરી મળતી નાથી . હાલે તપાસ બાદ તંત્ર ત્રણ થીયરી પર શોધખોળ કરી રહ્યું છે. એક તો તેનો પુત્ર ડ્રાઈવર તરીકેનું કામ કરતો હોવાથી છેલ્લા બે માસમાં કામઆૃર્થે અનેકવાર કચ્છ બહાર ગયો હોવાથી ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો હોઈ શકે. આમ પુત્ર માફરતે માતાને ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. બીજી થીયરીએ છે કે, આ મહિલાની પુત્રી તાજેતરમાં અંજારાથી તેના ઘરે રોકાવા આવી હતી તેાથી અંજારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી તે ત્યાંથી ચેપ લઈ આવી હોઈ શકે. ત્રીજી થીયરી એ છે કે, આ મહિલાને અસશક્તી થઈ જતાં તેે ગામના જ ડો.નિરંજન ચૌહાણ પાસે દવા લેવા ગયા હતા .આમ હોસ્પિટલમાંથી પણ તેમને સંક્રમણ થયું હોઈ શકે છે. આમ, મહિલાને ચેપ લાગવાની કડી શોધવામાં તંત્ર દોડતું થઈ ગયું છે. કારણ કે આ મહિલા ખુદ જિલ્લા બહાર ગયા નાથી. હાલે તંત્ર દ્વારા નવાવાસના મુખ્ય રોડ પર આવેલા ટ્રસ્ટ માર્બલના પાછળના ભાગનો તેમના ઘરની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવાયો છે. તેમજ પરીવારના ૩ વ્યક્તિને સંસૃથાકીય ક્વોરન્ટાઈન કરીને તેઓના સેમ્પલ લેવાયા છે. હાલે કચ્છમાં પોઝિટિવ કેસનો આંક ૧૦૬ થયો છે. જ્યારે અત્યારસુાધી ૭૫ લોકો સાજા થઈ ગયા છે. ૭ના મોત થઈ ગ યા છે અને ૨૪ એક્ટીવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન લાગું થયું ત્યારે જ માધાપરમાં સોનીપરીવારમાં ૩ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેમાં વૃધૃધનું મોત થઈ ગયું હતું. જે બાદ આ જ વૃધૃધના સંપર્કમાં આવેલા હોસ્પિટલના કમ્પાઉન્ડર પર કોરોનાનો શિકાર થયો હતો. આમ, તે બાદ ગામમાં કોઈ કેસ જોવા મળ્યો ન હતો. પરંતુ ફરી કોરોનાનું સંક્રમણ જોવા મળતા ગ્રામજનોમાં ચિંતા ઉભી થઈ છે. આાધેડ મહિલા ક્યાંથી ચેપગ્રસ્ત બની તે શોધનો વિષય બન્યો છે ત્યારે લોકલ ટ્રાન્મીશનના આ ગંભીર તબક્કામાં હવે ગામમાં કેટલા લોકો કોરોનાની કેદમાં આવી જાય તે જોવાનું રહ્યું
બારોઇનો શ્રીજીનગર (ગુંદાલા રોડ) માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના બારોઇ ગામના શ્રીજીનગર (ગુંદાલા રોડ) પ્લોટ નં.૫,૬,૭,૮,૯,૨૦,૨૧,૨૨ ને તા.૨૨ જુન સુાધી કોવીડ-૧૯ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં મુન્દ્રા તાલુકાના બારોઇ ગામના શ્રીજીનગર (ગુંદાલા રોડ) પ્લોટ નં.૫,૬,૭,૮,૯,૨૦,૨૧,૨૨ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં, આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૃપે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૃરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તાથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે .