સામાનની હેરફેર માટેની ટ્રેન બંધ થતા વેપારીઓના ધંધા-રોજગાર પડી ભાંગ્યા
- કચ્છથી મુંબઈ માલ સામાન માટે ટ્રેન શરૃ કરવા માંડવી મરચન્ટની માંગ
ભુજ, શુક્રવાર
ધી કચ્છ માંડવી મરચન્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી સમક્ષ ભુજાથી મુંબઈ માલ-સામાનની હેરફેર માટે ટ્રેન સેવા શરૃ કરવા માંગણી કરવામાં આવી છે.
લોકડાઉન દરમિયાન ભુજાથી મુંબઈ વચ્ચે માલ સામાનની હેરફેર માટે રેલવે તરફાથી ગુડસ સ્પેશ્યલ ટ્રેન સેવા કાર્યરત હતી. પરંતુ, કોઈ પણ કારણ વિના આ સેવા બંધ કરી દેવામાં આવી છે. કચ્છનો વાધારે પડતો વ્યવસાયીક વ્યવહાર મુંબઈ સાથે જોડાયેલુ છે. જેમ કે, કચ્છાથી હાલમાં ખારેક, દાડમ, ગરમ મસાલા,ગૃહ ઉાધોગની સામગ્રી, હેન્ડી ક્રાફટ તેમજ અન્ય વસ્તુનો વેપાર મુંબઈ સાથે જોડાયેલુ છે. તો મુંબઈાથી કચ્છ તરફ રેડીમેન્ડ, ગારમેન્ટસ, શુટીંગ શટીંગ, કટલેરી, સ્ટેશનરી, મોબાઈલ એસેસરીઝ, પગરખા, હૈલૃથકેર પ્રોડકટસ તેમજ વિવિાધ વસ્તુઓનો વેપાર જોડાયેલ છે. રેલવે દ્વારા માલની હેરફેર હાલના સમયમાં સલામત અને ઝડપી છે. જયારે હાલમાં સડક માર્ગે માલની હેરફેરને આઠાથી દસ દિવસનો સમય લાગે છે. તેમજ મુંબઈના અમુક વિસ્તારમાં તો ટ્રાન્સપોર્ટ સેવા પણ બંધ છે. જેાથી, રેલવે દ્વારા ગુડસ સ્પેશ્યલ ટ્રેન સેવા પુનઃ પ્રારંભ કરવામાં આવે જેાથી, કચ્છના વેપારીઓને પડતી મુશ્કેલીઓ દુર થાય અને વ્યાપારને વેગ મળે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના થોડા સમય સુાધી રેલવે તંત્ર દ્વારા ટ્રેનમાં પાર્સલ સેવા શરૃ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં કોમર્શિયલ અભિગમ દાખવીને પાર્સલ સેવા બંધ કરી દેવામાં આવી હતી. હાલ બંધ પાર્સલ સેવાના કારણે વેપાર-ધંધાને માઠી અસર પડી રહી છે.