કચ્છ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ વેન્ટીનેટર ઉપર
- મોટાભાગની ફેક્ટરીઓમાં કામગીરી બંધ હોવાથી
- કેન્દ્ર સરકાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે પણ વિશેષ નાણાકિય આથક પેકેજ જાહેર કરે તેવી ટ્રાન્સપોર્ટરો દ્વારા માગણી
ભુજ,શુક્રવાર
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સૌથી પહેલા દેશમાં ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ કરવામાં આવી હતી અને આ મહામારી દરમિયાન ક્ડ ઓઈલ ના ભાવો તળીયે પહોંચ્યા હતા. જેનો સીધો લાભ ને મળવો જોઈતો હતો. પરંતુ ડીઝલ ઉપર રૃ.૧૩ ડયુટી લગાડવામાં આવી અને અગાઉ પણ ઘણી વખત ડયુટી લગાડવામા આવી છે. ત્યારે આ ડયુટી પરત લેવામાં આવે અને તેનો લાભ ટ્રાન્સપોર્ટ સેક્ટરને આપવામા આવે તેવી માંગ કરાઈ છે.
અત્યારે લોકડાઉનના કારણે લગભગ ફેક્ટરીઓ બધ હોવાથી ટ્રાન્સપોર્ટ ઉધોેગમાં પણ મંદી ચાલી રહી છે અને ઘણી જગ્યાએ નાના ટ્રાન્સપોર્ટરોના પેમેન્ટ ફસાયેલા છે અને જેના કારણે ડ્રાઈવરોના પગાર પણ આપી શકાતા નથી . કેન્દ્ર સરકારે બધા નોકરીયાતવર્ગ અને મજુરો ને રાહત આપી રહી છે તેમ ટ્રક ડ્રાઈવરાને પણ કોઈ સીધી સહાય કરવામાં આવે જેથી સમગ્ર લોકડાઉન દરમિયાન પોતાના જીવના જોખમે સમગ્ર દેશમાં જીવનજરુરી વસ્તુ ને પહોચાડવાનુ કાર્ય કરવા વાળા આ હાઈવેના હીરો ના પરીવાર ને પણ રાહત રહે. આ અંગે ગાંધીધામ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એશોશીએશનના મંત્રી હર્ષદ પ્રજાપતિએ રજુઆત કરી માંગ કરી હતી કે મોટર ઈન્શ્યોરન્સ અને ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્દતમાં વધારો કરવામાં આવે, કારણ કે, ટ્રાંસપોર્ટ ઉધોગ સાથે પ્રયત્ક્ષ કે પરોક્ષ રીતે ૨૦ કરોડ લોકો જોડાયેલ છે. લોકડાઉન દરમિયાન છેલ્લા બે મહીનાથી ટ્રાન્સપોર્ટ ઉધોગ વેલ્ટીનેટર ઉપર છે એ માટે કેન્દ્ર સરકાર વિશેષ નાણાકીય આથક પેકેજ જાહેર કરે, ટોલ ટેક્ષ મા પણ વારંવાર વધારો થતો રહે છે જેમા પણ ઘટાડો કરવા મા આવે. અગાઉ કેન્દ્ર સરકાર પાસે આ મામલે રજુઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી. ટ્રાન્સપોર્ટ સેક્ટર મા ૮૫% તો નાના નાના ઓપરેટરો છે અને ટ્રાન્સપોર્ટ કંપનીઓ ચલાવી રહ્યા છે જે હવે લાબો સમય ચાલી શકે તેમ નથી. કેન્દ્ર સરકાર ટ્રાન્સપોર્ટ ઉધોગ માટે પણ વિશેષ નાણાકિય આથક પેકેજ જાહેર કરે નહીતર મરવાના વાકે ચાલતા આ સેક્ટર ના ધંધા બંધ થઈ જશે એમા કોઈ બે મત નથી.