દેવપર(યક્ષ) ગામમાં એટીએમના અભાવે લોકોને 20 કિ.મી.નો ધક્કો
- રાત-દિવસ વિકાસની હરણ ફાળ ભરતા
- ગામમાં તમામ પ્રકારના ધંધાઓ હોવાથી રાષ્ટ્રીયકૃત બેંક અને એટીએમની સુવિધા અનિવાર્યઃ ગ્રામજનો
વર્તમાન સમયમાં ગામમાં બેંક અને એટીએમ પ્રાથમિક સુવિધા બની ગયા છે તેમ છતા કેટલાય ેએવા ગામ છે કે જયાં બેંક અથવા તો એટીએમની સુવિધા નથી પરિણામે લોકોને બાજુના ગામે અથવા તો તાલુકા મથકના ધક્કા ખાવા પડે છે. ત્યારે, નખત્રાણા ભુજ હાઈવે પર આવેલા દેવપક્ષ યક્ષમાં આવી જ સમસ્યા છે.દિવસેને દિવસે હરણ ફાળ ભરતું નખત્રાણા તાલુકાનું દેવપર(યક્ષ) ગામ નખત્રાણા-ભુજ હાઇવે પર આવેલું છે.જે નખત્રાણાથી દસ કી.મી.તેમજ ભુજથી ચાલીસ કી.મી.ના અંતરે આવેલું છે.જેનો વિકાસ દિવસેને દિવસે વધતો જાય છે.ટ્રક ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલુ છે.આ દેવપર ગામ પચરંગી વસ્તી ધરાવતું ગામ છે.ટ્રક ઉધોગ સાથે ખેતીવાડીમાં પણ જોડાયેલું છે.ત્રણ હજારથી પણ વધારે વસ્તી ધરાવતું આ ગામ છે.અહીં નાના મોટા ઉધોગો આવેલા છે. આમ છતા એટીએમ વિહોણુ છે. પરિણામે ધંધાર્થીઓથી માંડીને રહેવાસીઓને આ પ્રાથમિક સગવડ મળતી નથી.
આ દેવપર ગામમાં આજુબાજુના સુખસાણ,મોટાયક્ષ, મોરગર,વિથોણ,ધાવડા નાના-મોટા,આણંદપર,પલીવાડ,મોટાયક્ષ ગામના લોકો ધંધાર્થે તેમજ ખરીદી કરવા આવે છે.અહીં હાર્ડવેર,ફેબ્રીકેશન,મોટર રિવાઈડિંગ,કલરકામ,ટ્રકબોડી સહિતના અનેક ઉધોગો આવેલા છે.અને અહીં રોજી રોટી કમાવવા અહીં આવે છે.બીજા ગામથી વ્યવસાય અને ખરીદી કરવા આવતા લોકો સહિત દેવપર ગામની વસ્તી ચાર હજારથી પુસ્તાલીસોની આસપાસ પહોંચે છે.દિવસેને દિવસે અહીં ધંધાધારીઓ વધતા જાય છે.પણ અહીં રાષ્ટ્રીયકૃત બેન્ક અને એટીએમની આજ સુધી સગવડ આ ગામને મળી નથી.
આ બાબતે આ ગામના નાગરિક રાજેન્દ્ર (રાજુ)પટેલ જણાવે છે કે આ દેવપર ગામ વસ્તી અને ધંધા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.ત્યારે અહીં જે લોકોને આજે વ્યવહાર કરવા સગવડ જોઈએ એ સગવડના નામે મીંડું છે. ગામડાઓમાં ડીઝીટલ સુવિધાઓ મળી રહી છે.ત્યારે આ ગામમાં એક રાષ્ટ્રીયકૃત બેન્ક અને એટીએમ સુવિધાની ખાસ જરૂર છે.ગામ લોકો અવારનવાર આ બાબતે માંગણી કરી રહ્યા છે.પણ હજુ પણ આ ગામ આ સુવિધાઓથી વંચિત છે.હાલ આ ગામમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક આવેલી છે.આ બેંકનું સમય પુરો થઈ જવા પછી છ્સ્ ના હોવાથી રૂપિયા કઢાવવા હોયતો ૨૦ કી.મી.નો ધકો ખાવો પડે છે.આમ સરકાર વિકાસની વાતો કરી રહી છે.ત્યારે આ દેવપર(યક્ષ) ગામમાં હાલ વિકાસ દેખાતો નથી.ક્યારે દેખાશે તેની વાટ ગામલોકો જોઈ રહ્યા છે.