Get The App

કચ્છ યુનિવર્સીટીએ ૯ જૂલાઈથી શરૃ થનાર તમામ પરીક્ષાઓ મોકુફ રાખી

- કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ ૩૧ જુલાઈ સુધી બંધ રાખવા નિર્ણય

- કોલેજોમાં પ્રવેશની કામગીરી ચાલુ હોવાથી જરૃરી કર્મચારીને હાજર રાખી શકાશે

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
કચ્છ યુનિવર્સીટીએ ૯ જૂલાઈથી શરૃ થનાર તમામ પરીક્ષાઓ મોકુફ રાખી 1 - image

ભુજ, ગુરૃવાર 

કચ્છ યુનિવર્સીટી દ્વારા તા.૯થી લેવાનારી તમામ પરીક્ષા અંત મોકુફ રાખવામાં આવી છે. કોરોના મહામારીમાં છાત્રો દ્વારા પરીક્ષા લેવાનો વિરોધ કરાયા બાદ અંતે સરકાર દ્વારા આ અંગે નિર્ણય લેવાયો હતો. જેના પગલે કચ્છ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ મોકુફ રાખી દેવામાં આવી છે.

કચ્છ યુનિવર્સીટી સ્નાતક અભ્યાસક્રમની (જુની પેર્ટન કોર્ષ), અનુસ્નાતક અભ્યાસક્રમો (પી.જી કોર્ષ ) તાથા એલ.એલ.બી સેમેસ્ટર ૪, ૬ની તમામ પરીક્ષાઓ રદ કરી દિાધી છે. આ તમામ પરીક્ષાઓના કાર્યક્રમોની જાહેરાત હવે પછીથી યુનિવર્સિટીની વેબસાઈટ પર કરવામાં આવશે તેવું કુલપતિ દ્વારા જણાવાયું હતું. તો બીજીતરફ યુનિવર્સીટી સંલગ્ન અનુસ્નાતક ભવનો, કોલેજો અને ઈન્સ્ટીટયુટને તા.૩૧ જુલાઈ સુાધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. કોરોના મહામારીમાં સાવચેતીના પગલા રૃપે તમામ શૈક્ષણિક તાથા બિન શૈક્ષણિક કર્મચારીઓએ વર્ક ફોર હોમ કરી શકશે. શૈક્ષણિક કર્મચારીઓ ઓનલાઈન ટીચીંગ ઘરેાથી કરી શકશે.  યુનિવર્સીટી તાથા કોલેજમાં પ્રવેશની કામગીરી ચાલુ હોવાથી કચેરીના વડાને યોગ્ય જણાય તે કર્મચારીને કચેરીમાં હાજર રાખી શકાશે. પરંતુ વિદ્યાર્થીઓ કે વાલીઓને તમામ પ્રકારની મુલાકાતો પર મનાઈ ફરમાવાઈ છે.

Tags :