કચ્છના વનખાતાના અધિકારી તેમજ આદિપુરનો યુવાન કોરોના પોઝિટિવ
- જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૮૩ સુધી પહોંચી
સ્થાનિક સારવાર લીધેલ લેવા પટેલ હોસ્પિટલ તથા સરકારી કચેરીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરાયા
ભુજ, ગુરૃવાર
કચ્છમાં કોરોનાનો સંકજો કસાતો જઈ રહ્યો છે. જેમાં હવે લોકલ ટ્રાન્સમિશન થકી ફેલાવો થઈ રહ્યો હોય તેવું છેલ્લા કેટલાક કેસ પરાથી જણાઈ રહ્યું છે. આજે વનખાતાના કલાસ-૨ અિધકારી અને આદિપુરનો યુવાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું નોંધાયું હતું. જેમાં સરકારી અિધકારી લોકલ ટ્રાન્સમિશનનો ભોગ બન્યા હોય તેમ તેની ટ્રાવેલ હિસ્ટ્રી પરાથી આશંકા સેવાઈ રહી છે. કચ્છમાં અન્યરાજ્યોમાંથી આવેલા લોકો થકી જો લોકલ ટ્રાન્સમિશન વધ્યું તો જિલ્લાની સિૃથતી ભયાવહ બની શકે તેમ છે.
ભુજ ખાતે આવેલી વનખાતાની કચેરીમાં ફરજ બજાવતા કલાસ-૨ અિધકારી તા.૨૬મેના મહેસાણાથી ભુજ પોતાનીફરજ પર હાજર થવા આવ્યા હતા. તા.૨૭ના આરામ કરીને તેઓ તા. ૨૮ના ભુજની કચેરીમાં આવ્યા હતા. જો કે નોકરી દરમિયાન તેમને અચાનક પાથરીનો દુઃ ખાવો ઉપડતા શહેરની લેવા પટેલ હોસ્પિટલમાં તેને ખસેડાયા હતા. જ્યાં તેઓએ બે દિવસ સારવાર મેળવી હતી. તે બાદ અમદાવાદ ખાતે રીફર કરાયા હતા જ્યાં તેઓનો કોવીડ ટેસ્ટ કરાતા તે પોઝીટીવ આવતા કચ્છના તંત્રમાં દોડાધામ મચી ગઈ છે. અિધકારીને કચ્છમાંથી ચેપ લાગ્યો હોય તેવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે હોસ્પિટલમાંથી લાગ્યો કે અન્ય સૃથળેાથી તે તપાસનો વિષય બન્યો છે. હાલે આરોગ્ય વિભાગે વનવિભાગની કચેરીમાં અિધકારીના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારી તાથા લેવાપટેલ હોસ્પિટલના તબીબ અન્ય સ્ટાફને ક્વોરન્ટાઈન કરવા ઉપરાંત તેઓના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે અિધકારીનો અમદાવાદ ખાતે ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાથી તેઓની ગણના કચ્છના કેસમાં નહીં થાય જેાથી કચ્છના કેસમાં આજે માત્ર આદિપુરાના એક કેસનો ઈજાફો કરીને ૮૩ દર્શાવાયા છે. જ્યારે અન્ય કેસમાં આદિપુરનો ૩૦ વર્ષીય યુવાન કોરોના સંક્રમણનો ભોગ બન્યો છે. શહેરના જયપાર સોસાયટી, સેક્ટર ૧એ તાથા પ્લોટ નંબર ૩૨માં રહેતો યુવાન પોઝિટિવ જણાતા આ એરીયાને સીલ કરી દેવાયો છે. આમ, કચ્છમાં એક્ટીવ કેસ વાધીને ૧૯ થયા છે.