કચ્છ જિલ્લા પંચાયતના ભાજપના શાસકોએ નર્મદાના વધારાના પાણીનો ઠરાવ ફગાવ્યો!
- કોંગ્રેસે સપ્લિમેન્ટરી બજેટમાં ૨૫૦૦ કરોડની ફાળવણીની માગ કરી હતી
- કેનાલોની મરામત અને તળાવ સુધારણા માટે રૃ.ર કરોડ ફાળવાયા ઃ કોરોના મહામારી વચ્ચે જિલ્લા
ભુજ, ગુરૃવાર
કચ્છની નર્મદા નહેર માટેની કામગીરી આગળ વાધે તે માટે તાથા રેગ્યુલર પાણીની ફાળવણી સિવાયના વાધારાના પાણીમાંથી કચ્છ માટેના ૧ લાખ એકર ફીટ પાણી પહોંચાડવા તાથા સંગ્રહ માટેના આયોજન સંબંધે ભાજપ સરકાર દ્વારા સપ્લિમેન્ટરી બજેટમાં ૨૫૦૦ કરોડની ફાળવણી કરાય તેવી માંગનો ઠરાવ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસે રજુ કર્યો હતો. જોકે, ભાજપના સત્તાધીશોએ તેને ફગાવી દેતા બંને પક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ગરમાગરમી થઈ હતી.
કોંગ્રસના ઠરાવને પંચાયતના કાર્યક્ષેત્રમાં ન આવતો હોવાનું બહાનું ધરીને હાથમાં ન લેતા વિપક્ષી નેતાએ આ કાર્યવાહીને કચ્છના લોકો સાથે વધુ એક અન્યાય ગણાવ્યો હતો. કોંગ્રેસે કચ્છમાં કોરોના મહામારીને નાથવા અત્યારસુાધી પંચાયતે શું કામગીરી કરી તેની ખર્ચ સહિતની વિગતો જાહેર કરવા તાથા કોરોના વોરિયર્સનુ સન્માન કરવા જણાવ્યું હતું. ઉચ્ચ અિધકારીઓની આ મહામારી વચ્ચે ચાલતી હુંસાતુંસીમાં જિલ્લા આરોગ્ય અિધકારી ડો.કન્નરની બદલી કરવાની ચાલતી હિલચાલને ષડયંત્ર ગણાવીને તેને રદ કરવા જણાવ્યું હતું. નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણની તકતીમાં પુર્વ ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાનુ ંનામ કોતરી કાઢીને બાદમાં વિરોધ ઉઠતા તેને કાઢી નાખવાની તંત્રને પડેલી ફરજ મામલે ભારે ટીકા કરી હતી. સામાન્ય સભામાં સ્ટેમ્પ ડયુટી અને રોયલ્ટી શેષ સદરના ૧૭ કામોમાં ફેરફારને બહાલી અપાઈ હતી. વરસાદાથી નુકશાન પામેલા તળાવ અને ચેકડેમના ૨૦.૧૮ લાખના કામ મંજુર કરાયા હતા. તેમજ ૮ કરોડના વિકાસ કામનેમંજુરી, કેનાલ મરામત અને તળાવ સુાધારણા માટે ૨ કરોડની જોગવાઈ કરાઈ હતી. ૪૩ પેટા આરોગ્ય કેન્દ્ર અને ૨૨ પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ ઠરાવ પસાર કરાયો હતો. આ ટાંકણે તાલુકા પંચાયતના વિકાસ કામોના વર્ક ઓર્ડર ધારાસભ્યો અને ભાજપના કાર્યકરો દ્વારા નિયમ ઉપરવટ જઈને વિતરણ કરવાના મામલે ઝાટકણી કાઢી હતી. કોરોના મહામારી વચ્ચે ભરાયેલી સામાન્ય સભામાં સરકારની ગાઈડલાઈનના પાલન સાથે કામગીરી કરાઈ હતી.