Get The App

કચ્છના રણની થીમઃ ન્યુ ભુજ રેલવે સ્ટેશન બનાવવા ૭૯ કરોડનો ખર્ચ

- ૧૩ લિફ્ટ, ૧૦ એસ્કેલેટર્સ સહિતની સુવિધાઓ અપગ્રેડેશન કામગીરી ર૪ મહિનામાં પૂર્ણ કરવાનું ધ્યેય

Updated: Mar 29th, 2023

GS TEAM

Google News
Google News
કચ્છના રણની થીમઃ ન્યુ ભુજ રેલવે સ્ટેશન બનાવવા ૭૯ કરોડનો ખર્ચ 1 - image

ભુજ,મંગળવાર

વડાપ્રાધાનના વિઝનને અનુરૃપ રેલવે સ્ટેશનોને સેવા એક સાધન તરીકે જ નહીં, પણ એક સંપત્તિ રૃપે પરિવર્તન લાવવાના અને વિકસિત કરવાના હેતુાથી રેસ મંત્રાલય દ્વારા સ્ટેશનોને આાધુનિક સુવિાધાઓ સભર વિશ્વસ્તરીય ટમનલો રૃપે વિકસિત કરવામાં આવી રહ્યા છે જેાથી સામાન્ય રેલ યાત્રીઓને આરામદાયક, સુવિાધાજનક અને સુખમય રેલયાત્રાનો અનુભવ થઇ શકે. 

ભારતીય રેલવે દ્વારા ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૃપે પુનવકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ડિઝાઇનને ગ્રીન બિલ્ડિંગ સટફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૃપે પુનવકસિત કરવામાં આવી રહ્યું છે. આનાથી એક સુખદ વાતાવરણ પ્રદાન કરામાં આવશે. ભાવિ સ્ટેશનના લઘુ મોડલને ભુજ સ્ટેશન પર પ્રદશત કરવામાં આવ્યું છે જેાથી યાત્રીઓને સ્ટેશનના ભાવિ સ્વરૃપની જાણકારી અને અનુભવ મળી શકે. ઉલ્લેખનીય છે કે ભુજ રેલવે સ્ટેશનના પુનવકાસનું કાર્ય શરૃ થઇ ગયું છે અને તેની કામગીરી ઝડપાથી ચાલી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા ૧૭૯.૮૭ કરોડ રૃપિયાના સ્વીકૃત ખર્ચે પુનવકાસની કામગીરી કરવામાં આવી રહી છે. પરિયોજનાના નિષ્પાદન માટે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) નિવિદા આમંત્રિત કરવામાં આવી,  જેને ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ખોલવામાં આવ્યું છે. પુનવકાસ કાર્ય ૨૪ મહિનામાં પૂર્ણ કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. ભૂ-ટેક્નિકી તપાસ, સાઇટ સર્વેક્ષણ અને ઉપયોગિતા માનચિત્રણની કામગીરી પૂરી થઇ ગઇ છે અને અપગ્રેડેશનનું કાર્ય પ્રગતિના પંથે છે. ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને વિભિન્ન સુખ-સાધનો અને સુવિાધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે એક સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલ સ્ટેશન રૃપે અપગ્રેડ અને પુનવકસિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનામાં અલગ અલગ આગમન/પ્રસૃથાન યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસર ભીડમુક્ત અને સુગમ પ્રવેશ/નિકાસ, પાકગ વ્યવસૃથા વગેરે સામેલ છે. પ્લેટફોર્મ પર ભીડ ઓછી કરવા માટે પ્લેટફોર્મ ઉપર યાત્રી સુખ-સાધનો અને સુવિાધાઓાથી યુક્ત પૂરતા કોનકોર્સ/પ્રતીક્ષા સૃથાન ઉપલબૃધ હશે. રેલવે સ્ટેશન દિવ્યાંગજનો માટે સુવિાધાઓ ધરાવતું હશે, જેાથી તે ૧૦૦% દિવ્યાંગોને અનુકૂળ હશે. ઊર્જા, પાણી તાથા અન્ય સંસાધનોનો કુશળ ઉપયોગ, નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ વગેરેની સુવિાધાઓ સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે. બેટરી ચાર્જ કરવાની સુવિાધા અને બેટરી ચાલિત વાહનોના સંચાલનની પણ વ્યવસૃથા કરવામાં આવી રહી છે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેક્નિક ભર્યું હશે જેમાં શ્રે સ્ટેશન વ્યવસૃથા માટે કુશળતાપૂર્વક ડિઝાઇન કરેલી લાક્ષણિકતાઓ સામેલ છે. ન્યૂ ભુજ સ્ટેશનમાં મુખ્ય બિલ્ડિંગ લગભગ ૯૭૦ ચો.મી. અને જેમાં આવવા-જવા માટે પૂરતી જગ્યા, કોન્કોર્સ અને પૂરતી વેઇટિંગ સ્પેશ છે. સોલાર પેનલ યુક્ત છત, ૩૨૪૦ ચો.મી. કોન્કોર્સ, ૬ મીટર પહોળા ૨ ફુટ ઓવર બ્રિજ, ૧૩ લિફ્ટ, ૧૦ એસ્કેલેટર્સ, એસસીએડીએ, બીએમએસ, સીસીટીવી, ઈવી ચાજગ સ્ટેશન વગેરે આાધુનિક સુવિાધાઓાથી સુસજ્જિત સ્માર્ટ સ્ટેશન હશે.