Get The App

કોરાનોએ કચ્છમાં પાંચમાં વ્યક્તિનો ભોગ લીધો : રત્નાપરના વૃદ્ધનું મોત

- કોઈ નવા કેસ ન નોંધાતા તંત્રએ હાશકારો લીધો, હવે એક્ટીવ કેસ ૧૮

- કચ્છમાં સંક્રમણનો ભોગ બનેલા વ્યક્તિનો આંક ૮૨ સુધી ઔપહોંચ્યો જ્યારે કોરોનાને મ્હાત આપીને ૫૯ લોકો સાજા થયા

Updated: Jun 4th, 2020

GS TEAM

Google News
Google News
કોરાનોએ કચ્છમાં પાંચમાં વ્યક્તિનો ભોગ લીધો : રત્નાપરના વૃદ્ધનું મોત 1 - image

ભુજ, બુધવાર 

કચ્છમાં કોરોના દર્દીઓનો આંક ધીરે ધીરે વાધી રહ્યો છે, પરંતુ બુાધવારે કોઈ નવા કેસ ન નોંધાતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો. જો કે, બીજીતરફ મુંબઈાથી રત્નાપર આવેલા ૬૨ વર્ષીય વૃધૃધનું કોરોના થકી મોત થતા અત્યાર સુાધીમાં કુલ પાંચ વ્યક્તિઓનો ભોગ લેવાઈ ગયો છે.

આ વહીવટીતંત્ર દ્વારા જણાવેલી  વિગતો મુજબ તા.૧૬ મેના મુંબઈાથી માંડવી તાલુકાના રત્નાપર(મઉં) ખાતે ખીમજીભાઈ નાકરાણી નામના વૃધૃધ આવ્યા હતા.  શ્વાસ લેવામાં તકલીફ ની  ફરીયાદ સાથે તેઓને જી.કે.માં સારવાર આૃર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓનો તા.૧૯ના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ સારવાર હેઠળ સિૃથતી ગંભીર બનતા તેઓને વેન્ટીલેટર પર રખાયા હતા . તેઓ પહેલાથી જ ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની બિમારીથી પીડાતા હતા.  જેનું આજે બપોરે પ્રાણપંખેરૃ ઉડી જતાં કોવીડ-૧૯ ગાઈડલાઈન મુજબ તેઓને અંતિમસંસ્કાર માટે લઈ જવાયા હતા. આમ, અત્યારસુાધી કચ્છમાં કોરોના પોઝીટીવ હોય તેવા ૫ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૫૯ દર્દીઓ સાજા થઈ ગયા છે. આમ , સંક્રમણનો ભોગ બનેલા વ્યક્તિઓનો આંક ૮૨એ પહોંચ્યો છે અને હાલે ૧૮ કેસ એક્ટીવ છે. 

Tags :