કિલ્લર કોરોનાએ કચ્છમાં ૮માં દર્દીનો લીધો ભોગ : મુંદરાની વૃધ્ધાનું મોત
- મોટી ઉંમરના તથા અન્ય દર્દો ધરાવતા દર્દીઓનો મૃત્યુ આંક વધુ
- કચ્છમાં કોરોનાનો ભોગ બનનાર દર્દીઓનો આંક પહોંચ્યો ૧૪૩, ૩૮ એક્ટીવ કેસ
ભુજ, રવિવાર
કચ્છમાં કિલ્લર કોરોનાએ વધુ એક વૃધૃધાનો ભોગ લેતા મોતનો આંક ૮ પહોંચ્યો છે. અમદાવાદાથી મુંદરા આવેલા વૃધૃધા સંક્રમણનો શિકાર બન્યા બાદ સારવાર હેઠળ હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી.
આ અંગ મળતી માહિતી મુજબ ૨ જુનના અમદાવાદાથી મુંદરા આવેલા ૮૦ વર્ષીય સવિતાબેન શંકભારઈ પટેલને શ્વાસમાં લેવામાં તકલીફ સર્જાતા તેઓને તા.૯ અલાયન્સ હોસ્પિટલ મુંદરા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. મુંદરામાં કમલમ સોસાયટીમાં રહેતા વૃધૃધાનું જ્યાં કોરોના વાયરસના પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. તા.૧૨ના રોજ તેઓનું કોરોના વાયરસ પરીક્ષણનું પરીણામ પોઝિટિવ આવ્યું હતું. તેઓ કોરોના વાયરસનો ચેપ લાગતા પહેલાથી કો-મોરબીડ પરિસિૃથતિમાં હાઈપરટેન્શનની બીમારીથી પણ પીડાતા હતા. કોરોના વાયરસની બીમારીના સંપૂર્ણ સારવાર દરમિયાન તેઓને બાય-પેપ અને ે વેન્ટિલેટર સપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા. તા.૨૭ના રાત્રે૧૦.૪૦ કલાકે તેને એઆરડીએસના કારણે હાર્ટ એટેક આવતા તેમનું નિાધન થયું હતું. આમ, કચ્છમાં ૮ દર્દીઓ કોરોના થકી મોતના મુખમાં જઈ ચુક્યા છે. જેમાં ૯૯ ટકા મોટી ઉંમરના તાથા અન્ય દર્દો ધરાવતા હોવાથી કોરોના તેમના માટે ધાતક પુરવાર થયો હતો. હાલે કચ્છમાં કુલ કોરોનાનો ભોગ બનેલા દર્દીઓનો આંક ૧૪૩ થયો છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા ૪૩ છે. ૯૮ દર્દીઓ અત્યારસુાધી સાજા થઈ ચુક્યા છે.