કંડલા એરપોર્ટ ૪૦.ર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધારે ગરમ મથક
- આકરી ગરમીમાંથી લોકોને મળી રાહત
- ભુજમાં ૩૮.૪, કંડલા પોર્ટમાં ૩૬.૯ અને નલિયામાં ૩પ.ર ડિગ્રી તાપમાન
ભુજ,શનિવાર
કચ્છમાં છેલ્લા બે દિવસાથી લોકોને આકરા તાપમાંથી આંશિક રાહત મળી છે. મહત્તમ તાપમાનમાં સામાન્ય વાધઘટ નોંધાઈ છે. કંડલા એરપોર્ટ ૪૦.ર ડિગ્રી સે. સાથે રાજ્યનું સર્વાિધક ગરમ માથક બન્યું હતું. ભુજમાં ૩૮.૪ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૯.૯ અને નલિયામાં ૩પ.ર ડિગ્રી સે નોંધાયું છે. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ૪૦.ર ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલના આંકે પારો સિૃથર રહ્યો હતો. જિલ્લા માથક ભુજમાં તાપમાનનો પારો સામાન્ય ઉપર ચડયો હતો. ૩૮.ર ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન ર૪.૪ ડિગ્રી રહ્યું હતું જેાથી રાત્રિના સમયે ઉકળાટ અનુભવાયો હતો. ભેજનું પ્રમાણ સવારે ૭ર ટકા અને સાંજે ૩ર ટકા નોંધાયું હતું. પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ ૧૦ કિ.મી.ની અને દિશા દક્ષિણ-પશ્ચિમની રહી હતી. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમા ૩૬.૯ ડિગ્રી સે અને નલિયામાં ૩પ.ર ડિગ્રી સે નોંધાયું હતું.