ભુજમાં ફેમિલી હેર સલુનમાં મહિલા સાથે વિધર્મી યુવકની છેડતી
- પ્રેમ સંબંધ બાંધવા બળજબરી કરીને શારિરીક અડપલા કર્યાં
- મહિલા સંગઠન સહિતનો કાફલો સ્થળ પર ધસી ગયો, નાસી ગયેલા આરોપીને પોલીસે દબોચી લીધો
ભુજ,શુક્રવાર
દેશ વિદેશમાં કેરલા ફિલ્મને લઇ ભારે ચર્ચા જાગી છે તે વચ્ચે કચ્છના ભુજ શહેરમાં મુસ્લિમ યુવક દ્વારા સંચાલિત રોક સ્ટાર ફેમિલી નામની સલુનની દુકાનમાં આવેલી મહિલા સાથે બળજબરીથી પ્રેમસબંધ બાંધવા અને શારિરીક છેડતીનો બનાવ બનવા પામતાં ચકચાર મચી જવા પામી છે. બનાવને લઇ મહિલા સંગઠન સહિતનો કાફલો સૃથળ પર ધસી ગયો હતો. પોલીસને બોલાવી દુકાન બંધ કરાવવામાં આવી હતી. દુષ્કૃત્ય કરીને નાસી જનારા આરોપીને પોલીસે મોડી સાંજે ઝડપી પાડી પુછપરછ હાથ ધરી હોવાના અહેવાલ મળ્યા છે.
સમગ્ર ઘટના અંગે માંડવીના પીયાવા ગામે રહેતા અને ભોગ બનનાર દિક્ષિતાબેન દર્શનભાઇ હાલાઇ (ઉ.વ.૨૧)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના માવતર ભુજ તાલુકાના કોડકી ગામે રહેતા હોઇ તેઓ તેના કાકાની દિકરી બહેન સાથે ભુજના છઠ્ઠીબારી રીંગ રોડ પર જૈન દેરાસરની બાજુમાં આવેલા રોક સ્ટાર ફેમિલી હેરસલુન નામની દુકાનમાં હેર સ્ટેટનિંગ કરાવવા માટે ગયા હતા. દરમિયાન ફરિયાદીની બહેન ડ્રાઇવીંગ શીખવા જતી રહી હતી. મહિલા હેરસલુનની દુકાનમાં ઉપરના માળે ગયા ત્યારે દુકાનમાં આરોપી અલ્ફાઝ ખલિફા નામનો શખ્સ એકલો હતો. અને ફરિયાદી મહિલાની પાસે આવીને બેસી ગયો હતો. ફરિયાદી મહિલાના ખભા પર હાથ રાખીને ચુંબન કરવા જતાં ફરિયાદી મહિલાએ આરોપીને ધક્કો માર્યો હતો. આરોપીએ ફરિયાદી મહિલાને કહ્યું કે, હું તારી સાથે કઇ નહીં કરૃ તેમ કહી ફરિયાદી મહિલાના વાળ સ્ટેટનિંગ કરવાનું કામ કરવા લાગી ગયો હતો.
બાદમાં ફરિયાદી મહિલાને કહ્યું કે, તું વિચારી લે તને મારી સાથે પ્રેમ સબંધ રાખવો હોય તો, હંુ તને મુંબઇ ફરવા તેડી જઇશ તું વિચારી લે કહીને ફરિયાદી દુકાનના ઉપરના માળેાથી નીચે ઉતરવા જતાં આરોપીએ ફરિયાદી મહિલાનો હાથ પકડી લઇને બળજબરીથી શારિરીક અડપલા કરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. અત્યારે હું દુકાનમાં એકલો છું, હમણા કોઇ જ નહીં આવે તેમ કહી જબરજસ્તી કરી હતી. જેાથી મહિલા દુકાનમાંથી નીકળી ગયા બાદ તેમની કાકાની દિકરી બહેનને અને મહિલા સંગઠનના પ્રમુખ ચાર્મીબહેન રાજગોરને જાણ કરતાં મહિલા સગઠનની બહેનો સૃથળ પર પહોંચી અને પોલીસની મહિલા સી ટીમને બોલાવી હતી. જો કે આરોપી નાસી જતાં આરોપી વિરૃાધ એ ડિવિઝન પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નાસી ગયેલા આરોપી અલ્ફાઝ ખલિફાને પોલીસે ઝડપી પાડયો હોવાનું જાણવા મળ્યું હતું. અને પુછપરછ શરૃ હાથ ધરાઇ રહી હોવાનું બહાર આવ્યું છે.