અખાદ્ય પદાર્થ વેંચનારા માંડવીના વેપારીને લેવાયો કાયદાના સાણસામાં
- લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા પડયા મોંઘા, કરાઈ કાર્યવાહી
- બિનઆરોગ્યપ્રદ માલ રાખનારા કરીયાણાના વેપારીનું લાયસન્સ તથા માલ કરાયો જપ્ત
ભુજ, રવિવાર
લોકડાઉનમાં દુકાનો બંધ રહેવાથી અનેક માલ- સામાન અખાદ્ય થઈ ગયો છે . જેના પગલે કલેકટર દ્વારા આરોગ્યને જોખમી તાથા એક્સપાયરી ડેટ માલ ન વેંચવાની સ્પષ્ટ સુચના છે. આમછતાં માંડવીના કે.ટી શાહ રોડ પર કરીયાણાની દુકાન ચલાવનારા વેપારી દ્વારા નિયમો નેવે મુકી લોકોના આરોગ્યને જોખમમાં મુકવાની ચેષ્ટા કરાતા પાલિકા તાથા મામલતદારે બાતમીના આાધારે દરોડો પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ કે.ટી શાહ રોડ પર આવેલી દુકાનમાં એક્સપાયરી ડેટ વાળો સામાન વેંચાતો હોવાની બાતમીના આાધારે રેડ કરવામાં આવી હતી. જેમાં મામલતદાર અને નગરપાલિકાની સયુક્ત ટીમ દ્વારા તપાસ કરાતા પુનમ ચંદ ચત્રભુજ શાહની દુકાનમાં બિસ્કીટનો તારીખ વિતી ગયેલો અખાદ્ય જથૃથો મળી આવ્યો હતો. દુકાન ચલાવતા દિગંત શાહ સામે ખોરાક અને ઔષાધ નિયમન કાયદા અંતર્ગત તાથા જાહેરનામાના ભંગ બદલે દુકાનનું લાયસન્સ તાથા માલસામાન જપ્ત કરાયું હતું. તંત્રની કડક કાર્યવાહીની ખબર તાલુકામાં થતાં વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.