કોરોનાની વધતી મહામારી વચ્ચે સામેથી જતા શંકાસ્પદોના ટેસ્ટ કરવામાં નીંભરતા
- ટેસ્ટ ન વધારતા સરકારી અમલદારો સામેથી આવતા લોકોને પણ નકારી રહ્યા છે
- સરકારી બાબુઓની અકડતા થકી ટેસ્ટ કરવામાં જ મધ્યમવર્ગીય પરીવાર ખાલી થઈ જાય તેવી નોબત
ભુજ, રવિવાર
કચ્છમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું છે. સેંકડો લોકો તેની ઝપેટમાં આવી ગયા છે . હાલે લોકલ ટ્રાન્સમિશન ગંભીર સ્વરૃપ ધારણ કરી લીધું છે ત્યારે અનેક જાગૃતો લોકો બિમારીના લક્ષણો ભાળીને સામેાથી કોરોના ટેસ્ટ કરવા સરકારી હોસ્પિટલ પહોંચી રહ્યા છે પરંતુ અમલ દારો દાદ આપવાના બદલે દવાઓ આપીને કાઢી મુકતા હોવાથી ના છુટકે લોકોને ખાનગી લેબોરેટરીના દરવાજા ચડવાનો વારો આવ્યો છે.
હાલે સરકારી દવાખાનામાં કોરોના ટેસ્ટ કરાવવા નમુના આપવામાં કોઈ ચાર્જ વસુલાતો નાથી. બીજીતરફ ખાનગી લેબોરેટરીમાં વ્યક્તિ દિઠ રૃ.૨૫૦૦ ફી દેવી પડે છે. આમ, જો એક પરીવાર ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે તો ૧૦ થી ૧૫ હજારનો ધુંબો આવી જાય છે. હાલની આિાર્થક મંદીની સિૃથતીમાં લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે ત્યારે નિંભર સરકારી અમલદારોએ જાતે ટેસ્ટ વાધારવા તો નીતી અમલી નાથી કરી પરંતુ જે લોકો શંકાસ્પદ લક્ષણો સાથે સામેાથી આસપાસની હોસ્પિટલ સુાધી પહોંચે છે તેઓને પાછા ધકેલી દેવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે હાલે કચ્છમાં લોકોને મજબુરીમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાની નોબત આવી છે. હાલે ખાનગી લેબોરેટરીને આ કારણે ધી-કેળા થઈ ગયા છે. બીજીતરફ લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે, કચ્છમાં ૨૨ લાખની વસતી સામે માત્ર ૧૫૦ ટેસ્ટ રોિંજદા સરકારી તંત્ર કરી રહ્યું છે જે સાવ ન હોવાના બરાબર છે. જો ટેસ્ટ વાધારવામાં આવે તો દર્દીઓની સંખ્યા વાધે તેમ છે. બીજીતરફ દર્દીઓને સારવાર આપવામાં વહીવટીતંત્ર પહોંચી વળે તેમ ન હોય એટલે કામગીરી કરાતી ન હોય તેવો તાલ ઉભો થયો છે. હાલે લાખોના ખર્ચ જિલ્લામાં ઉભી કરાયેલી કોવીડ-૧૯ની હોસ્પિટલો છતાં ગંભીર દર્દીઓને અંતે ભુજ જ લઈ અવાય છે. ત્યારે સરકારી અમલદારો કોરોના મહામારીમાં કઈ રીતે આયોજન કરી રહ્યા છે તેના પર અનેક સવાલ ઉભા થયા છે.