Get The App

શહેરની બજારોમાં રોનક લાવવી હોય તો ગ્રામ્ય વિસ્તારની બસ સુવિધા શરૃ કરો

- જિલ્લામાં ૯૦૦ ગામડા અને વાંઢો આવેલી છે

- વાહન સુવિધાના અભાવે ગામડાના લોકો જરૃરી કામ સિવાય બહાર જવાનું ટાળે છે

Updated: Jun 14th, 2020

GS TEAM

Google News
Google News
શહેરની બજારોમાં રોનક લાવવી હોય તો ગ્રામ્ય વિસ્તારની બસ સુવિધા શરૃ કરો 1 - image

ભુજ, શનિવાર

અનલોક-૧માં મોટાભાગની છુટછાટ આપવામાં આવી છે. પરંતુ કચ્છ જિલ્લામાં આંતરિયાળ વિસ્તારની બસ સુવિાધા શરૃ ન થતા શહેરી વિસ્તારમાં બજાર ખુલી ગયા પછી પણ વેપારીઓ ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે અને હવે લોકલ એસ.ટી. બસની સેવા સત્વરે શરૃ થાય એની રાહ જોઈ રહ્યા છે.

રાજ્યનો વિસ્તારની દ્રષ્ટીએ મોટા આ જિલ્લામાં છ મોટા શહેરો અને ૯૦૦ ગામડા તાથા વાંઢો આવેલી છે. શહેરની બજારોમાં મોટાભાગની ઘરાકી ગ્રામ્ય લોકોની હોય છે. હાલમાં એસ.ટી. સેવા શરૃ કરવામાં આવી છે. પરંતુ કચ્છમાં મર્યાદીત રૃટ જ ચાલુ હોઈ ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. સુવિાધાના અભાવે ગ્રાહકો ખરીદી નાથી કરવા આવતા અને શહેરના બજારના વિસ્તારોમાં મુખ્યત્વે ગામડાની ઘરાકી હોય તો વ્યાપાર શક્ય બને પણ હાલની પરિસિૃથતીમાં વેપારીઓને આશા નહિવત છે. 

એસ.ટી. બસ સુવિાધા આંશિક રૃપે ચાલુ હોઈ ડેપો ટુ ડેપો બસ દોડે છે. વચ્ચે આવતા ગામડાઓમં બસ ઉભી રાખવાનો આદેશ ન હોતા ગામડાના લોકો આજ દિન સુાધી અત્યંત જરૃરી કામ સિવાય શહેરી વિસ્તારમાં આવવાનું ટાળે છે. એકતરફ લોકાડાઉન ના કારણે ઘંધો રોજગાર બંધ રહેતા આિાર્થક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો બીજીતરફ ધંધા રોજગાર તો શરૃ થયા પણ શહેરની બજારોમાં ગ્રાહકોનો અભાવ દેખાઈ રહ્યો છે. જો જવાબદારો દ્વારા ડેપો ટુ ડેપો ના બદલે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની ગાઈડ લાઈન મુજબ બસો દોડાવાય તો બજારોમાં રોનક આવે જો સ્કીનીંગ માટેનો પ્રશ્ન હોય તો કંડકટરને થર્મલ ગન આપી દેવામાં આવે તો કંડકટર પણ સ્ક્રીનીંગ કરી શકે તેમ છે. એટલે જો શહેરની બજારોમાં રોનક પાછી લાવવી હશે તો ગ્રામ્ય વિસ્તારની એસ.ટી. બસ સેવા શરૃ કરવી આવશ્યક છે.

Tags :