કચ્છમાં ખાનગી વાહનોમાં આવનારને સરકારી ક્વોરેન્ટાઈનમાં રહેવા માટે નાણા ચુકવવા પડશે
- પ્રથમ ૭ દિવસ સરકારી ક્વોરન્ટાઈન બાદ બીજા ૭ દિવસ હોમ ક્વોરેન્ટાઈન થવું પડશે
- જિલ્લામાં રેલવે મારફતે આવનારા પ્રવાસી, શ્રમિકો કે વિદ્યાર્થીઓનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે
ભુજ, શુક્રવાર
કચ્છમાં બહારાથી આવતા ઘોડાપુર થકી જિલ્લામાં કોરોના મહામારી વકરે તેવી આશંકા તાથા જડસા, બુઢારમોરના થોકબંધ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ આખરે વહીવટીતંત્ર જાગ્યું છે. રાજ્ય સરકાર પાસે કરાયેલી રજુઆત બાદ કચ્છ માટે કેટલાક ખાસ નિર્ણય લેવાયા છે. જેમાં ક્વોરન્ટાઈન થવાની ગાઈડલાઈનમાં કચ્છની સિૃથતીને જોતા પરિવર્તન કરાયું છે. પ્રાથમ સાત દિવસ સરકારી ક્વોરન્ટાઈનમાં તમામ લોકોને ફરજિયાત રહેવાનાની જાહેરાત બાદ નવા નિર્ણયમાં જે લોકો ખાનગી વાહનોમાં પ્રવેશ કરશે તેઓને રહેવા- જમવાનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે.
મળતી માહિતી મુજબ કચ્છમાં રોજ ૧૦ હજારાથી વધુ લોકો પ્રવેશી રહ્યા છે. આવનારા દિવસોમાં આ સંખ્યામાં ઉત્તરોત્તર વાધારો થતો જાય તેવી સંભાવના છે. અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાય છે પરંતુ સરકારી નિયમોને નેવે મુકીને બહાર ફરવાની થોકબંધ ફરીયાદો નોંધાતા તાથા જડસા, બુઢારમોરાના પોઝીટીવ કેસ બેદરકારીના પરીણામ સ્વરૃપ સામે આવતા તંત્રે નિર્ણય બદલ્યો છે. નવા નિયમ મુજબ કચ્છમાં આવનારા લોકોને પ્રાથમ ૭ દિવસ સરકારી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. તે બાદ બીજા ૭ દિવસ ઘરે ક્વોરેન્ટાઈન થવું પડશે.જોકે, કલેકટરે આ બાબતે જણાવ્યું હતું કે, રેલવે મારફતે જે પ્રવાસી, શ્રમિકો કે છાત્રો કચ્છમાં આવશે તેઓને સરકારી ક્વોરેન્ટાઈનમાં મફતમાં રહેવાની સુવિાધા કરાશે. પરંતુ જેઓ પોતાના ખાનગી વાહનોમાં કચ્છમાં પ્રવેશી રહ્યા છે તેઓને સરકારી ક્વોરેન્ટાઈનમાં રહેવા-જમવા માટેનો ખર્ચ સરકારને ચુકવવો પડશે. ઉપરાંત જિલ્લામાં આવનારા તમામ લોકો પાસે કોરોના મુક્ત અંગેનું આરોગ્ય પ્રમાણપત્ર હશે તો જ પ્રવેશ અપાશે. આ પ્રમાણ પત્ર ૭૨ કલાક પહેલાનું હોવું ફરજિયાત છે. ઉપરાંત બહારાથી આવતા લોકો પાસે પાસ- પરમીટ હોવી જોઈએ તેમજ વાહનની કેપેસીટીના ૫૦ ટકા વ્યકિતની (ડ્રાઈવર સહિત) પરવાનગી માન્ય રહેેશે. જોકે , માલવાહક વાહનોના ડ્રાઈવરોને ઉક્ત ક્વોરેન્ટાઈનની જોગવાઈ લાગુ પડશે નહી.
કચ્છ જિલ્લામાં નવા ૭૬૩૫ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરાયું
વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. જેમાં નવા ૭૬૩૫ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. તો ગઈકાલે લેવાયેલા ૩૨ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તો બીજીતરફ બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૨૨૭ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૧૦૯૬૨ માંથી ૧૦૭૩૫ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૧૯૪૨૪ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૮૬૮૯ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે.