લોકડાઉનમાં આંશિક છુટછાટ મળતા જ કચ્છમાં ગુનાખોરી-અકસ્માત વધવા માંડયા
- દોઢ મહિનો સુધી પોલીસ ચોપડો કોરો રહ્યા બાદ હવે ખાખી વર્દીની દોડધામ
ભુજ, રવિવાર
કોરોનાની બિમારીથી લોકોને બચાવવા માટે સરકારને લોકડાઉન લાગુ પડવાની ફરજ પડી. લોકડાઉનના પ્રારંભ સાથે જ દુનિયામાં ઘટતી કેટલીક ઘટનાઓ આપોઆપ અટકી ગઈ. લોકો ઘરમાં પુરાઈ રહેતા અસામાજીક બનાવોનો પ્રમાણ એકાએક નીચે ગયો તો રોડ પર થતા રોજના અકસ્માતોની સંખ્યા પણ ઘટવા લાગી. પરંતુ, લોકડાઉનમાં આંશિક છુટછાટ મળતા જ છેલ્લા દોઢેક માસાથી જે પોલીસ ચોપડો કોરો રહ્યો હતો તેમાં હવે હળવેકાથી ઉમેરો થવા લાગ્યો છે.
મારામારી, હત્યા, અકસ્માત સહિતના બનાવો વધુ એક વખત ચિંતાજનક સાબિત થશે
કચ્છ જિલ્લામાં છેલ્લા એક દોઢ દાયકાથી મારામારીના બનાવો સામાન્ય બન્યા છે. બાઈક ચોરીથી માંડીને લાખો રૃપિયાની ઘરફોડ ચોરીના બનાવો પણ બનતા રહે છે. તેમજ હત્યાના બનાવને અંજામ આપવુ હત્યારાઓ માટે જાણે કંઈ ગંભીર બાબત ન હોય તેમ મહિનામાં એકાદ બે હત્યાના બનાવોને અંજામ આપવામા ંઆવતો રહે છે. ઉપરાંત, ઘરેલુ હિંસા, આપઘાત, ઠગાઈ સહિતના કિસ્સાઓ પણ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. પરંતુ, કોરોના વાયરસના પગલે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાતા આ તમામ પ્રવૃતિઓ અટકી ગઈ. રોજના નોંધપાત્ર સંખ્યામાં અકસ્માતના બનાવો પણ નોંધાતા હતા. જેમાં, મહામુલી જિંદગીઓ મોતને ભેટતી હતી. પરંતુ, લોકડાઉનના લીધે અકસ્માતના કિસ્સાઓ પણ ઘટી ગયા. જો કે, લોકડાઉન-૩માં સરકાર દ્વારા આંશિક છુટછાટ મળતા જ ગુનાખોરીનો ગ્રાફ ઉંચે ચડવા માંડયો હોય તેમ એક પછી એક ક્રાઈમના બનાવો વાધવા માંડયા. કચ્છમાં ઘટતી કેટલીક ઘટનાઓ પાછળ પરપ્રાંતીયોને જવાબદાર ઠેરવવામાં આવતા હતા પરંતુ લોકડાઉનના પગલે પરપ્રાંતીયો ચિંતામાં છે અને વતન પહોંચી ગયા છે અને બાકીના જઈ રહ્યા છે તેમ છતા છેલ્લા દસેક દિવસાથી કચ્છમાં અસામાજીક પ્રવૃતિઓ એકાએક વાધવા માંડી છે.
એટલુ જ નહિં, લોકડાઉનના પગલે લોકો ઘરમાં પુરાઈ રહ્યા, પરિવારની એકતાના દર્શન થયા પરંતુ, લોકડાઉન હળવો થતા જ આપઘાતના એકલ દોકલ કિસ્સાઓ પણ સામે આવવા માંડયા. મારામારીના બનાવો પણ સામે આવી રહ્યા છે તો વળી હત્યાના પ્રયાસાથી માંડીને રાપર તાલુકાના હમીરપર ગામે એક સાથે પાંચ વ્યકિતઓને મોતને ઘાટ ઉતારી નરસંહાર કરવાનો ચકચારી કિસ્સો પણ સામે આવ્યો છે. હજુ તો લોકડાઉન ચાલી રહ્યો છે એટલે લોકો સંપૂર્ણ સ્વતંત્ર નાથી જયારે લોકડાઉન સંપૂર્ણ હટશે એટલે પોલીસ ચોપડો પણ આવા બનાવોથી ભરાવા માંડશે તેમાં કોઈ નવાઈ નાથી.