Get The App

કચ્છમાં ખરા ગરીબોને કોરાણે મુકી રાહત ફંડમાં કરોડોના દાનની ખેરાત!

- 'ઘરના છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યાયને આટો'

- માત્ર સસ્તા અનાજની દુકાનેથી મળેલા સડેલા અનાજથી દિવસો સુધી ગુજરાન કેમ ચલાવવુ! અનેક ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી

Updated: May 1st, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં ખરા ગરીબોને કોરાણે મુકી રાહત ફંડમાં કરોડોના દાનની ખેરાત! 1 - image

ભુજ, બુધવાર

પ્રકૃતિના અસ્તિત્વને ટકાવવાને બદલે તેનો નાશ કરવા ઝડપભેર આગળ વાધી રહેલા કાળા માથાના માનવીને આખરે કુદરતે ઘરે બેસાડી દીધો છે. કોરોના રૃપી વાયરસને દાયકાઓ સુાધી માનવી નહિં ભુલી શકે. પરંતુ કહેવત છે ને કે, 'સુકા ભેગા લીલા'ય બળે', આવી જ હકીકત વર્તમાન સમયમાં લોકડાઉન ટાંકણે નજરે પડે છે. કેમ કે લોકડાઉન ટાંકણે ભલે દાતાઓ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવતુ હોય, સરકાર દ્વારા સસ્તા અનાજની સહાય આપવામાં આવતી હોય અને બેંક એકાઉન્ટમાં ૧૦૦૦ની રોકડ જમા કરાવાતી હોય, પરંતુ આટલાથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય..? વળી દરેક પરિવારને કીટ મળતી નાથી. સાહુકાર કાર્ડાધારક બીપીએલ પરિવારોને સસ્તા અનાજનો જથૃથો મળે અને ગરીબો વંચિત રહે. એવામાં મધ્યમવર્ગીય પરિવારોનો તો સાવ મરો. ન માંગી શકે અને ન કહી શકે. છેલ્લા એકાદ માસાથી કેટલાય ગરીબ મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની જવા પામી છે. મોટા પરિવાર, આવક ઓછી, ધંધા રોજગાર બંધ, આવા બાધા કારણોને લઈને પરિવારના મોભી તુટી પડયા છે. મનોદશા બગડી છે, ત્યારે એક એવી પણ ચર્ચા ઉઠી છે કે, ચૂંટણી ટાંકણે કાર્યકરોની ફોજને સાથે રાખીને મત માંગવા નિકળી પડતા પાલિકાના કાઉન્સીલરાથી માંડીને ધારાસભ્યો કઈ દુનિયામાં ખોવાઈ ગયા છે.! માત્ર સરકાર પાસે સરસ દેખાડવા દાતાઓને શોધી કાઢી કલેક્ટર પાસે લઈ જઈ મુખ્યમંત્રીના રાહત ફંડમાં ચેક જમા કરાવી વાહ..વાહ..મેળવી લેવી આ જ માનવતા છે કે આ રૃપિયામાંથી કચ્છના ગરીબોનું ભલુ કરવુ,  એ માનવતા છે!

જયારાથી કોરોના રૃપી રાક્ષસે પોતાની જાળ બીછાવી છે ત્યારાથી રાહત નિાધી ફંડમાં ચેકોનો વરસાદ થઈ રહ્યો છે. કચ્છમાં પણ સવારાથી સાંજ સુાધી કલેક્ટર ઓફિસમાં નામી અનામી લોકો દ્વારા મુખ્યમંત્રી રાહત નિાધી ફંડમાં મદદના બહાને ચેકો જમા કરાવાય છે. કલેક્ટર સાથે ફોટા પાડીને સસ્તી પ્રસિધૃધી મેળવી લેવામાં આવે છે. બીજી તરફ, સરકાર ગરીબોને રાજી રાખવા માટે સસ્તા અનાજની દુકાનેાથી અનાજ વિતરણ કરે છે. ભાગ્યે કોઈ એવુ હશે કે કે આ જથૃથો લઈને રાજી થયો હશે બાકી સહુના મોઢે એક જ ફરિયાદ છે કે સસ્તા અનાજનો જથૃથો સડેલો છે. આ કપરા કાળમાં કોરોનાને લઈને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો મજાક બની ગયા છે. દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં લોકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ છે. પરિણામે અહિં પણ લોકોની હાલત તો કફોડી છે. લોકડાઉનના પ્રાથમ તબક્કા સુાધી લોકોના મોઢે કોરોનાની ચર્ચા હતી. પરંતુ બીજા તબક્કાના લોકડાઉનની જાહેરાત બાદ લોકોને કોરોના કરતા ધંધા રોજગારની ચિંતા થવા માંડી, વાહનોના હપ્તા કેમ ભરવા, લોકો પાસેાથી ઉછીના લીધા રૃપિયા પરત કેમ કરવા, ઘર પરિવારનું ગુજરાન કેમ ચલાવવુ, એવા તો કેટલાય સવાલો છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આવા ટાંકણે કચ્છના ચુંટાયેલા પાલિકાના કાઉન્સીલરાથી માંડીને ધારાસભ્યો કયાં ગયા છે? મુખ્યમંત્રીના રાહત નીધી ફંડમાં ચેક જમા કરાવવા લોકોને આગળ આવવા મહેનત કરે છે પરંતુ પોતે ચુંટણી ટાંકણે કચ્છની પ્રજાને આપેલા સુખ દુઃખના વાયદાઓનું શું? વર્તમાન સમયમાં મુખ્યમંત્રીના રાહત નિાધી ફંડમાં કરોડો રૃપિયાની માતબરી આિાર્થક મદદ કરવામાં આવી રહી છે જયારે કચ્છના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારો તો હજારોની રોકડ માટે પણ ફાંફા મારી રહ્યા છે. સરકારે હજાર રૃપિયાની રોકડની સહાય કરી પરંતુ કેટલાય એવા જરૃરિયાતમંદ પરિવારો છે જેમને આ રકમ મળી નાથી.

કચ્છના સાંસદને મુકીને સેવા કરવા એક પણ ચુંટાયેલા જન પ્રતિનિાધીઓ આગળ આવ્યા નાથી. પોતાના મત વિસ્તાર અને કચ્છના લોકોની ચિંતા કરતા નાથી. એકમાત્ર વહીવટી તંત્રને સુચના આપીને મદદ કરવાનો ડોળ કરે છે. મુખ્યમંત્રી રાહત નિાધી ફંડમાં કચ્છમાંથી જમા થતી રકમ કચ્છના ગરીબો માટે વપરાય તો કદાચ દસ ટકાની પણ જરૃર નહીં પડે. પરંતુ, કચ્છના લોકોનો તો ચુંટણી ટાંકણે જ ઉપયોગ કરવાનો. ચુંટણી હોય ત્યારે પાલિકાના કાઉન્સીલરાથી માંડીને ધારાસભ્યો સેવા કરવાનો મોકો આપજો તેવો વલોપાત કરતા હોય છે. અને, હાલમાં સેવા કરવાનો મોકો છે ત્યારે પોતાના ધંધાઓને અંદર ખાને કેમ ચલાવવા તેની ચિંતામાં છે. દાતાઓ પાસેાથી મદદના નામે ચેકો કઢાવીને કલેક્ટર પાસે પહોંચી જઈને સેવા કરવાનો ડોળ થઈ રહ્યો છે. ખરેખર કચ્છના કેટલાય પરિવારોને મદદની જરૃર છે પરંતુ મદદ કેમ, કોની પાસે, કઈ રીતે માંગવી? તેવો સવાલ ઉભો થાય છે. આવા સમયે ચુંટાયેલા જન પ્રતિનિાધીઓ પોત પોતાના મત વિસ્તાર સાચવી લે તો પણ ઘણુ છે. કચ્છની દાતાઓની દિલેરી દેશ વિદેશમાં પહોંચી છે. ત્યારે આ દાતાઓની દાતારી સરકારને નહિં પરંતુ પ્રજાને જરૃર છે. લોકડાઉન પુર્ણ થયા બાદ કચ્છના ચુંટાયેલા પ્રતિનિાધીઓ પ્રજાને ગેરમાર્ગે દોરવા અને સરકારની કામગીરીના વખાણ કરવા મેદાને આવી જશે. પરંતુ, લોકડાઉનાથી જેમની આિાર્થક કમર ભાંગી ગઈ છે તેવા કચ્છના કેટલાય પરિવારોને આિાર્થક સિૃથતી સુાધારવા મહિનાઓ વીતી જશે. કચ્છના ગરીબોના ઘર માત્ર એકાદ કીટાથી ચાલે તેમ નાથી. એ સિવાય ઘણી બાધી જરૃરિયાત છે ત્યારે હજારો-લાખોના ચેક મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં આપતા લોકો એકાદ નજર પોતાના પાડોશી, ફળીયા-સોસાયટીમાં પણ ફેરવે, કયાંક સરકાર કરતા તેઓને વાધારે જરૃર હોય..

Tags :