Get The App

કચ્છમાં સરકારી જમીનોમાં પવનચક્કીઓના કેટલા પોલ ઉભા કરાયા? તંત્રને ખબર જ નથી!

- વર્ષો બાદ કંપનીઓ પાસેથી સરકારી જમીનના ઉપયોગ બદલ નાણા લેવા તંત્ર જાગ્યું

- આટલા વર્ષોથી સરકારી ચોપડે કંપનીઓની કોઈ વિગતો જ નથી, લોકોના આવેદન અને વિરોધ સામે આંખ આડા કાન જ થયા

Updated: Jun 20th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં સરકારી જમીનોમાં પવનચક્કીઓના કેટલા પોલ ઉભા કરાયા? તંત્રને ખબર જ નથી! 1 - image

ભુજ, શુક્રવાર

ભુકંપ બાદ ક્ચ્છમાં આવેલી વિન્ડમીલોએ જિલ્લામાં પોતાનું માળખું અનેક ગણું વિસ્તારી લીધું છે. તેઓ દ્વારા સરકારી જમીનમાં થતી પેશકેદમીને લઈને સૃથાનિક ગ્રામજનો દ્વારા અવાર-નવાર વિરોધ પ્રદર્શન તાથા કલેકટરોને રજુઆત કરાઈ ચુકી છે. પરંતુ આટલા વર્ષ સુાધી આ કંપનીઓને પુછાણું લેવાની કોઈ તસ્દી સરકારી બાબુઓએ લીધી ન હતી. આટલા વર્ષો બાદ હવે તંત્ર જાગ્યું હોય તેમ જિલ્લાની સરકારી જમીનમાં ઉભા કરાયેલા પોલ સહિતની વિગતો માંગી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કચ્છમાં પવનઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરતી અનેક કંપનીઓએ પગદંડો જમાવ્યો છે. લોકોના આક્ષેપ મુજબ મંજુરીની ઉપરવટ જઈન કંપનીઓ ગૌચર તાથા પડતર જમીનમાં ગેરકાયદે પોલ ઉભા કરીને કામગીરી કરે છે.જેના કારણે કુદરતી સંપદા સમાન  વનસ્પતિઓ તાથા પશુપંખીનો ખો નીકળી ગયો છે. તાજેતરમાં જ વીજરેસાના કારણે  રોહા(સુમરી)માં મોરના મોત નીપજ્યા હતા જેને લઈને ઉહાપોહ થયો હતો. તે બાદ અચાનક કલેકટર જાગ્યા હોય તેમ બેલગામ કંપનીઓએ ક્યા ંપગપેસારો કરેલો છે તેની વિગતો માંગી છે.  આ બાબતાથી એક વાત બહાર આવી છે કે, જિલ્લામાં પવનચક્કીની કંપનીઓ કેટલી જમીન વાપરી રહી છે તેનો કોઈ રેકોર્ડ તંત્ર પાસ ેઅત્યારસુાધી છે જ નહી. લશ્કર ક્યાં લડે છે તેની અત્યારસુાધી કોઈ સરકારી બાબુએ પરવા જ નાથી કરી ે. લોકોના આવેદનપત્ર અને આક્ષેપોને તમામ અિધકારીઓએ એક કાનેાથી સાંભળીને બીજા કાનેાથી કાઢી નાખ્યા છે. આમ, સરકારી બાબુઓની લોલંલોલ સામે આવતા જાગૃતોમાં ભારે રોષ ફેલાયો છે. હાલે કલેકટરે સરકારી જમીનના ઉપયોગના સંબાધમાં કંપની દ્વારા જે ગામોમાં જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સરકારી જમીનોમાં કેટલા પોલ ઉભા કરવામાં આવ્યા છે તેની સંખ્યા અને કેટલા મીટર સુાધીના વિજરેસાઓ પસાર કરવામાં આવેલા છે તેની વિગતો માંગી છે. સરકારના ઠરાવ અનુસાર હવે અિધકારીઓએ ૧૦ ટકા રકમ વસુલ કરવા મન બનાવ્યું છે. 

Tags :