Get The App

ગાંધીધામમાં પ્રેમીએ છરી વડે હુમલો કર્યા બાદ પ્રેમિકાનું મોત

- ચાર દિવસ પહેલા માતા-પુત્રી પર હુમલો કર્યો હતો

- પોલીસે વરસામેડીના શખ્સ સામે હત્યાની કલમનો ઉમેરો કર્યો

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
ગાંધીધામમાં પ્રેમીએ છરી વડે હુમલો કર્યા બાદ પ્રેમિકાનું મોત 1 - image

ભુજ,સોમવાર

ગાંધીધામમાં પ્રેમી દ્વારા યુવતી અને તેની માતા પર છરી વડે હુમલાના બનાવમાં યુવતિનું મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીધામના વોર્ડ નં.૧ર/બી વિસ્તારમાં સપનાબેન ભગારામ માલી (ઉ.વ.૧૯) અને તેની માતાને છરી વડે મારમારવામાં આવ્યો હતો જેમાં યુવતીને પેટના ભાગે છરી વાગતા સારવાર આૃર્થે ભુજની જનલર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ગત તા.ર૩/૭ના પ્રેમી મનાતા અંજારના વરસામેડીની સોસાયટીમાં રહેતા કલ્પેશ બળદેવભાઈ ચૌહાણ સામે ગુનો દાખલ કરાયો હતો. આ બનાવમાં યુવતી સપનાબેનનું સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે વધુ કલમનો ઉમેરો કર્યો છે.

Tags :