Get The App

ભુજ, માનકુવા, કંડલામાં 17 શખ્સો જુગાર રમતા ઝડપાયા

- રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
ભુજ, માનકુવા, કંડલામાં 17 શખ્સો જુગાર રમતા ઝડપાયા 1 - image


ભુજ,તા. 21 જુલાઈ 2020, મંગળવાર

ભુજ, માનકુવા અને કંડલામાં જુગારીઓ પર પોલીસે ધોસ બોલાવીને ૧૭ શખ્સોને ઝડપી લીધા છે. રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ભુજ શહેરના સુરલભીટ માર્ગ પર પોલીસે જુગાર રમતા તોસીફ મામદ લાખા, આશીફ જાનમામદ ગગડા, ઈલીયાસ નુરમામદ મેમણ, ફિરોઝ ઉર્ફે બીલાલ સીદીની ધરપકડ કરાઈ છે. જાવેદ ગની હિંગોરજા અને મોહસી બકાલી નાસી છુટયા હતા. પોલીસે રોકડ ૧પ૦૯૦, બે બાઈક, ચાર મોબાઈલ સહિત પ૬પ૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

જ્યારે માનકુવાના બાવળવાડી વિસ્તારમાં શિવજી પ્રેમજી મેરીયા, કાસમ જુસબ ત્રાંયા, ભરત ખીમજી સીજુ, અલીમામદ આરબ મોખા, કેતન મનજી મેરીયા, નવીન આમદ કોલી, કરશન પરબત પાયણ, ભરત ચૂનીલાલ પોમલ, રાજેશ બાબુ કોલીને જુગાર રમતા ઝડપી લઈ તેના કબ્જામાંથી રોકડ પપ૬૦, પાંચ મોબાઈલ સહિત ૮૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

તેમજ નવા કંડલા ખાતે ગોડાઉનમાં પોલીસે શિવ સરણ રામદુલેરા રાજપુત, મુકેશકુમાર રાજપુત, બ્રીજમોહન રાજપુત અને કપ્તાન રામસરણ રાજપુતને રોકડ ૭૪૦૦ સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.

Tags :