ભુજ, શુક્રવાર
ભુજની સિવિલ હોસ્પિટલમાં આજે આાધાતજનક ઘટના ઘટી હતી. એક મુસ્લિમ મહિલાને ત્રણ દિવસ પુર્વે ઓપરેશનાથી બાળકીનો જન્મ થયો હતો. જેની તબિયત નાજુક હોવાથી શિશુવિભાગમાં પેટીમાં રાખવામાં આવી હતી. જો કે, આજે સવારે જી.કેના જવાબદારોએ પરીવારજનોને બાળક મૃત્યુ પામ્યું હોવાનું જણાવીને બોડી સુપરત કરી હતી. પરંતુ, દફનવિાધી કરવા સમયે અચાનક પિતાની નજર પડતા જાણ થઈ હતી કે, મૃત શિશુ છોકરી નહીં પરંતુ છોકરો છે. જે બાદ પરીવારજનો કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને હોસ્પિટલની બેદરકારી સામે આક્રોશ સાથે મૃતબાળક લઈને કલકેટરના ઘેર તાથા ડીડીઓ પાસે પહોંચ્યા હતા.
આ અંગે પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી રફીક મારાએ જણાવ્યું હતું કે, જી.કેની ગંભીર બેદરકારીના કારણે મુસ્લિમ પરિવારને તેના જીવત શિશુના બદલે અન્ય હિંદુ પરીવારનું મૃત બાળક આપીને ઘેર મોકલી દેવાયા હતા. સદનસીબે અંતિમ ઘડીએ મુસ્લિમ પરીવારને ખબર પડતા આખો મામલો સામે આવ્યો હતો. તેમણે હકીકત જણાવતા કહ્યું હતું કે, નખત્રાણા તાલુકાના નેત્રા ગામના કરીમ બારાચના પત્નીને ત્રણ દિવસે પુર્વે જી.કેમાં દાખલ કરાયા હતા. જ્યાં ઓપરેશન દ્વારા તેમણે બાળકીને જન્મ આપ્યો હતો , જેને પેટીમાં રાખવામાં આવી હતી. પરંતુ શુક્રવારે વહેલી સવારે હોસ્પિટલના જવાબદારોએ તમારા બાળકનું મૃત્યુ થયું હોવાનું જણાવીને પરીવારને લઈ જવા જણાવ્યું હતું. જે બાદ પરીવાર બાળકની બોડી લઈને તેને દફનવિિધ માટે લઈ ગયો હતો. જ્યાં રસ્તામાં બાળકને સરખું કરવા સમયે પિતાને ખ્યાલ આવ્યો હતો કે, તેમને તો બાળકી જન્મી હતી જ્યારે આ મૃતબોડી તો છોકરાની છે. જે બાદ તેમના પિતરાઈ ભાઈને હોસ્પિટલમાં તપાસ કરવાનું કહેતા માલુમ પડયું હતું કે, કરીમભાઈની બાળકી તો સલામત અને જીવીત છે. જે બાદ પરીવારજનોએ કોંગ્રેસના આગેવાનોને જાણ કરતા સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા તત્કાલ મૃતબાળક સાથે સવારે ૯ કલાકે સમગ્ર કાફલો કલેકટરના બંગલે પહોંચ્યો હતો.જ્યાં કલેકટરે ન મળતા પરીવારજનો જિલ્લા પંચાયત ડીડીઓને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આ રીતે દાખવાતી બેદરકારી તાથા તેના જવાબદારો સામે ફરીયાદ દાખલ કરવાની માંગણી કરાઈ હતી.
બીજીતરફ ડીડીઓએ રજુઆત સાંભળીને યોગ્ય કરવાની ખાતરી આપીને બાળકને જી.કેમાં સુપરત કરવાનું કહેતા અંતે મૃત બાળકને હોસ્પિટલમાં સોંપવામાં આવ્યું હતું. મળતી વિગતો મુજબ મૃત બાળક અન્ય એક હિંદુ પરીવારનું હોવાનું સામે આવ્યું હતું.
જવાબદારોને સજા કરાશે- જી.કે
જી.કે જનરલ અદાણી હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટના અંગે ગેઈમ્સના ડાયરેક્ટર બાલાજી પિલ્લઈએ જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ છે અને તેઓ દ્વારા અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જે કોઈપણ જવાબદાર હશે તેની સામે ન માત્ર દંડાત્મક પગલા પરંતુ, ફરજ મોકુફી પણ કરાશે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સુચના દરેક વિભાગને આપી દેવાઈ છે. આ ઘટના વાલીઓ માટે માનસિક આઘાત સમાન ગણાવીને આ કિસ્સામાં ઊંડાણપુર્વક ખાતાકીય તપાસ કરવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.


