FOLLOW US

રાપરના ભીમાસરમાં સગા ભાઈએ છરીનો ઘા મારી બહેનની હત્યા કરી

- રાત્રે મોડે સુધી બહેન ઘરથી બહાર રહી હોવા બાબતે બોલાચાલી કર્યા બાદ હત્યા કરી નખાઈ

Updated: Mar 11th, 2023

ગાંધીધામ, તા. ૧૦ 

કચ્છમાં છેલ્લા બે દિવસમાં બે હત્યા થઇ હોવાના બનાવો બન્યા છે. ત્યારે ફરી રાપર તાલુકાના ભીમાસર ગામે બહેન ઘરે રાત્રે મોડી આવવા બાબતે થયેલી બોલાચાલી બાદ સગા ભાઈએ જ બહેનના પેટના ભાગે છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવતા અરેરાટી ફેલાઈ હતી. 

આ અંગે આડેસર પોલીસ માથકેાથી રાપર તાલુકાના ભીમાસર ગામે રહેતા ૫૮ વર્ષીય ભવાનભાઈ છગનભાઈ કોલીએ પોતાના સગા પૌત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું હતું કે, ફરિયાદીની પુત્રી નયના કાનજીભાઈ કોલી તા. ૮-૩ના રાત્રે જમ્યા બાદ ઉપરના ભાગે આવેલા પોતાના રૃમમા ગઈ હતી. પરંતુ થોડી વાર બાદ તપાસ કરતા તે ઘરમાં ક્યાય જોવા મળી ન હતી. જેાથી ફરીયાદીએ તેમના પૌત્ર હરેશને ફોન કરી બોલાવી લીધો હતો અને બંનેએ યુવતીની તપાસ આદરી હતી. પરંતુ રાત્રે ૧ વાગ્યે નયનાનો ફોન આવ્યો હતો અને પોતે ઘરે આવી ગઈ હોવાનું જણાવ્યું હતું. જેાથી ફરીયાદી અને હરેશ બંને ઘરે ગયા હતા. જ્યાં હરેશ ઉપરના ભાગે આવેલા નયનાના રૃમમાં ગયો હતો. જેની થોડીવાર બાદ અચાનક રાડારાડી થવા લગતા ફરીયાદી સહિત તેનો પરિવાર નયનાના રૃમમાં જતા લોહીથી લતપાથ તે જમીન પર પડી હતી. જેાથી હરેશને બનાવ અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મોડી આવી એ બાબતે નયનાને પૂછતાં તારે શું કામ છે, મારી મરજી તેવું કહી જપાજપી કરવા લગતા તે આવેશમાં આવી ગયો હતો અને પોતા પાસે રહેલી છરી વડે તેને હુમલો કરતા નયનાના પેટના ભાગે લાગ્યો હતો. જેાથી સમગ્ર પરિવારે નયનાને રાધનપુર ખાતેની હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. જ્યાં તા. ૯-૩ના વહેલી સવારે નયનનું મૃત્યુ થયું હતું. જે અંગે ફરીયાદીએ તેમના સગા પૌત્ર હરેશ કાનજીભાઈ કોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

હત્યા બાદ પુરાવાનો નાશ કર્યો 

ગંભીર રીતે ઘાયલ થયેલી નયનાને જ્યારે પરિવાર હોસ્પિટલ ખસેડવા જઈ રહ્યો હતો ત્યારે આરોપી હરેશે નયનાના રૃમમાં જઈ છરી પર લાગેલું લોહી લુછી નાખી પુરાવાનો નસ કર્યો હતો અને બાદમાં પરિવાર સાથે વાહનમાં બેસી બહેનને હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. 

Gujarat
Magazines