કચ્છમાં ૩૦ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ૩૬ હજારથી વધુ લોકોનો સર્વે કરાયો
- બહારથી આવેલા ૧૭૨૧ લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં
- છેલ્લા ર૪ કલાકમાં જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહીં : ૧૦ શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના હજુ બાકી : ૧૯ એક્ટીવ કેસ
ભુજ, શુક્રવાર
કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના પગલે હાલે ૩૦ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં અત્યાર સુાધીમાં કુલ ૩૬૧૪૩ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ પૈકી કોઈપણ વ્યક્તિને કોરોનાના લક્ષણો ન જણાયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૧૨૬ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલા નાથી. ૧૦ શંકાસ્પદ કેસના રીપોર્ટ આવવાના બાકી છે અત્યારસુાધી ૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં ૧૯ એક્ટીવ પોઝિટિવ કેસ છે. અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલા લોકોની ક્વોરન્ટાઈન અંગેની વિગતોમાં હાલમાં ૧૭૨૧ જેટલા લોકો સંસૃથાકીય ક્વોરન્ટાઈન હેઠળ છે. હાલમાં ૩૫૦૧ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરન્ટાઈન અંગેની વિગતોમાં અત્યારસુાધી ૩૪૫ લોકોને સંસૃથાકીય ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુાધી ૭૨૧ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. હાલે કોવીડ હોસ્પિટલમાં ૨૬ દર્દી એડમીટ અને ૨૧૦ને ડિસ્ચાર્જ કરાયા છે.