કચ્છમાં ગેરકાયદે ઘુસતા મુંબઈના ૧૪ લોકો હોમ કવોરન્ટાઈન કરાયા
- પબ્લીક કોરોન્ટાઈન સેન્ટરની જવાબદારી ઔજે તે ગામના સરપંચ અને તલાટીની રહેશે
ભુજ, બુધવાર
ગત રોજ સુરજબારી ચેક પોસ્ટ પાસે મુંબઈથી આવેલા ૧૪ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ લોકોની આરોગ્ય તપાસણી બાદ તમામને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ગત રોજ સુરજબારી ચેક પોસ્ટ પર રેડ ઝોન મુુંબઈથી આવતા ૧૫૯ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં ૧૪ લોકો વગર પરમીશનથી કચ્છ જિલ્લામાં આવતા હોઈ તેમને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ લોકોને રાપર ખાતેના પબ્લીક કવોરન્ટાઈન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં, ગુરૃકુળ, સરસ્વતી કન્યા છાત્રાલય ખાતે રાખવામાં આવ્યા છે. આ લોકોની રાપર તાલુકા મેડીકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તે ગામમાં પબ્લીક કોરોન્ટાઈન સેન્ટરની જવાબદારી ગામના સરપંચ અને તલાટીની રહેશે. હોમ કોરોન્ટાઈનનો કોઈ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.