Get The App

કચ્છમાં ત્રીજી લહેર પ્રસરે તો દૈનિક ૩૬૦૦ RTPCR ટેસ્ટ થઈ શકશે

- કોવીડ-૧૯ની ત્રીજી લહેરમાં સાવધાનીની પૂર્વ તૈયારી અને સમીક્ષા બેઠક યોજાઇ

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
કચ્છમાં ત્રીજી લહેર પ્રસરે તો દૈનિક ૩૬૦૦ RTPCR ટેસ્ટ થઈ શકશે 1 - image

ભુજ, રવિવાર

કોવીડ- ૧૯ની ત્રીજી લહેરમાં સાવાધાનીની પૂર્વ તૈયારી અને સમીક્ષા બેઠક આજ રોજભુજ ખાતે યોજાઈ હતી. જેમાં સંભવિત સમસ્યાઓ માટે નાગરિકો તકલીફમાં ન મુકાય તે માટે અગમચેતીના પગલા લેવાશે તેમ જણાવાયુ હતુ. આજરોજ વિાધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસૃથાને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય શાખાની કોરોના કોવીડ-૧૯ની ત્રીજી લહેર માટે સાવાધાનીની કરાયેલી પૂર્વતૈયારી અને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લામાં કોરોના કોવીડ-૧૯ની પરિસિૃથતિ જોતાં તેની સાવચેતી અને સાવાધાનીના ભાગરૃપે કરાયેલી પૂર્વ તૈયારી બાબતે અધ્યક્ષએ અિધક નિવાસી કલેકટર હનુમંતસિંહ જાડેજા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અિધકારી ડો.જનક માઢક સાથે પરિસિૃથતિતો તાગ મેળવ્યો હતો. તેમજ પૂર્વતૈયારી બાબતે સમીક્ષા કરી હતી.

અધ્યક્ષાને મુખ્ય જિલ્લા અિધકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જર્મીસ સોફટવેર (ગુજરાત ઈપેડિમીક રીસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફોરમેશન સીસ્ટમ- માં કચ્છ જિલ્લાની કોરોના કોવીડ-૧૯ ની બીજી લહેર તેમજ ત્રીજી લહેર આવે તો શું તૈયારી છે તે અંગે માહિતી આપી હતી. તેમણે જિલ્લાની પબ્લિક હેલૃથ, કુલ થયેલા ૧૪૧૫૩૫૫ કોવીડ ટેસ્ટ, હેલૃથ ફેસીલીટી, બેડ વ્યવસૃથા, ઓકિસજન પ્લાન્ટ, વેકસીનેશન, કોન્ટેક ટ્રેક  પ્લાન્ટ અંગે સૌને માહિતગાર કર્યા હતા.

હાલે જિલ્લામાં જો સંભવિત ત્રીજી લહેર પ્રસરે તો દૈનિક RTPCR ૩૬૦૦ ટેસ્ટ થઇ શકશે. ૪૧૦ આઇ.સી.યુ બેડ, ૨૪૨૪ ઓકસિજન બેડ તેમજ પુરતો તબીબી સ્ટાફ અંગે તેમણે જણાવ્યું હતું. ભુજ અને માંડવી તાલુકામાં હાલે ધનવંતરી રાથ કોવીડ-૧૯ના અસર પામેલ વિસ્તારોમાં કાર્યરત છે તેમ તેમણે જણાવ્યું હતું.

અધ્યક્ષએ આ તકે દાખલ થયેલા દર્દીને અને શંકાસ્પદ દર્દીને તત્કાલ સારવાર, નિદાન, ટેસ્ટની વ્યવસૃથા કરવા, દાખલ દર્દીને ભોજન, પાણી, ટેસ્ટીંગ સગવડ, દવા તેમજ આ બાધાનું સુપરવિઝન ચોવીસ કલાક કરાય તેવી વ્યવસૃથા કરવા જણાવ્યું હતું. આ તકે તેમણે રેમડેસીવર માટે ગત વખતે થયેલી સમસ્યા ન થાય તે માટે ચોકકસ માપદંડ બનાવા સૂચનો કર્યા હતા. આડેસર અને સામખીયાળીની ચેકપોસ્ટ પર ટેસ્ટીંગ શરૃ કરવા તેમજ હાઈરીસ્ક ફોરેન કોરોના કન્ટ્રીમાંથી આવતા લોકોને સરકારી ધારાધોરણ મુજબ સરકારની નિયત સૃથળોએ કોરેન્ટાઇન કરવા પણ સૂચનો કર્યા હતા. કોવીડ-૧૯ ના જોખમી દેશોમાંથી પરત ફરેલા લોકોને સલામતીના ભાગરૃપે કોરેન્ટાઇન કરાવવા તેમજ સરકારની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાવવા પણ તેમણે જણાવ્યું હતું.

આ તકે તેમણે લેબોરેટરી, મેડિકલ સ્ટોર, રેડિયોલોજી, સીટીસ્ક્રેન અને ખાનગી તબીબોની સાથે મળી સરકારના ચોકકસ ધારાધોરણ મુજબ મહામારીમાં યોગ્ય દર રાખવા તેમજ સામાન્ય નાગરિકોને આાથક ભારણ ના પડે તે માટે પગલાં ભરવા જણાવ્યું હતું. સરકારી નિયત દરો વસુલવા જણાવવામાં આવે.

ગ્રામ્યસ્તરે પી.એચ.સી, સી.એચ.સી તેમજ સી.સી.સી. સેન્ટરોમાં મશીનની ચકાસણી, મોકડ્રીલ કરવા અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા, ઓકિસજન પ્લાન્ટના ટેસ્ટીંગ તબીબોને, નર્સોને આશાવર્કરોને ખડેપગે રહેવા તેમજ કોરોના વોરિયર તરીકે પુનઃ કોરોનાને હરાવવા સજ્જ થવા કહયું હતું. 

અધ્યક્ષએ જી.કે.જનરલ હોસ્પિટલના કોવીડ વોર્ડની જાત મુલાકાત નિરીક્ષણ કર્યુ હતું. આ તકે તેમની સાથે વોર્ડના તબીબ અને હોસ્પિટલના ટ્રસ્ટી ઉપસિૃથત રહયા હતા.