Gujarat

જો માવઠું વરસે તો રવી પાકમાં રોગચાળાના જોખમને ટાળી ન શકાય

By GS Team
21 Jan 20221 min read
This article was originally published on 21 Jan 2022
જો માવઠું વરસે તો રવી પાકમાં રોગચાળાના જોખમને ટાળી ન શકાય

ભુજ,ગુરૃવાર

ઠંડીની તિવ્રતામાં વાધારો થયા પછી હવે કચ્છમાં વાતાવરણ ફરીથી બદલાયું છે. હવામાન વિભાગ દ્વારા આવતી કાલ તા.ર૧ જાન્યુઆરીથી ર દિવસ સુાધી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોમાં ફડક પેસી છે. ખેતરોમાં રવી પાક ઉભો હોવાથી ફરીથી જો માવઠું વરસે તો પાકમાં રોગચાળાનું જોખમ વાધી શકે છે. 

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સીની અસરના કારણે રાજયમાં આવતી કાલાથી બે દિવસ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી માવઠાની આગાહી કરી છે. વર્તમાન રવી સીઝનમાં સતત પમી વાર માવઠાનું જોખમ ઉભું થયું હોવાના કારણે ખેડુતો ચિંતિત બન્યા છે. હવામાનમાં આવેલા બદલાવના કારણે ઠંડીનું જોર ઘટયું છે પરંતુ જો ફરીથી માવઠું વરસે તો ખેતરોમાં ઉભા ધાન્ય તેમજ બાગાયતી પાકોને નુક્સાન થવાની દહેશત કચ્છના ખેડૂતોને સતાવી રહી છે. લઘુત્તમ તાપમાનનો પારો ઠંડી ઘટવાથી ઉંચકાયો જરુર પરંતુ વેસ્ટર્ન ડિસ્ટબન્સીની અસરના કારણે કમોસમી વરસાદની શક્યતા વાધી છે.