મોટા કરોડીયામાં પત્નીની હત્યાના કેસમાં પતિને આજીવન કારાવાસ
- બે વર્ષ પૂર્વે આરોપીએ રસ્સા વળે ટુંપો આપી પત્નીની હત્યા કરી હતી
Updated: Aug 20th, 2023
ભુજ, શનિવાર
અબડાસા તાલુકાના મોટા કરોડીયા ગામે ચારિત્રની શંકા રાખી પત્નીનું રસ્સા વળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દેવાના બે વર્ષ જુના કેસમાં આરોપી પતિને ભુજની સેસન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો છે.
બનાવ ગત ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ના મધ્યેરાત્રીના બન્યો હતો. મોટા કરોડીયા ગામે રહેતો આરોપી હરજી રામ ગઢવી તેની પત્ની વીરબાઇ પર ચારિત્ર શંકા કુશંકા રાખીને અવાર નવાર મારકુટ કરતો હોઇ પત્ની રીસામણે પીયર ચાલી જતી હતી. આરોપી તેની પત્નીને પતાવટ કરી ઘરે તેડી આવ્યો હતો. બાદમાં એજ રાત્રીના પત્ની વીરબાઇને રસ્સી વળે ટુંપો આપી મોત નીપજાવ્યું હતું. સવારે પત્નીએ આપઘાત કર્યાનું જાહેર કર્યું હતું. પણ પીએમ રિપોર્ટ અને પોલીસની તપાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં મૂળ ફરીયાદી પક્ષના વકીલ આર.એસ.ગઢવીએ એવી દલીલો કરી હતી કે, આરોપીએ મરણજનાર પત્નીના ચારિત્ર પર શંકા રાખી પ્લાન બનાવીને વર્ષોથી રીસામણે બેઠેલી પત્નીનું ખૂન કરવા માટે થઇને સમજુતી કરીને બોલાવી હતી. તેજ દિવસે રાત્રે હત્યા કરી નાખી આખી હતી. હત્યા કર્યા બાદ બાજુમાં માણસો પાસે જઇને મે વીરબાઇને ટુંપો આપી મારી નાખી છે. તેવી હકીકત જણાવી હતી. બાર મૌખિક અને ૨૪ દસ્તાવેજી પુરાવાઓ તેમજ તમામ પક્ષકારોની સાંભળ્યા બાદ અિધક સેસન્સ જજે આરોપી હરજી રામ ગઢવીને આજીવન કેદની સજા સાથે ૧૦ હજારનો દંડફટકાર્યો હતો. દંડની રકમ ન ભરેતો વાધુ બે માસની સખત કેદની સજા કરી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ દિનેશભાઇ જે.ઠકકર તેમજ ફરિયાદ પક્ષે એડવોકેટ આર.એસ.ગઢવી, કે,પી. ગઢવી સહિતનાઓ હાજર રહી દલીલો કરી હતી.