કચ્છમાં હેલ્થકાર્ડ કઢાવવામાં સોશિયલ ડિસ્ટન્સના લીરા !
- દર સપ્તાહે પાસ રિન્યુ કરાવવાના નિયમથી એકઠી થનારી ભીડ જોખમી બનશે
- ભુજ, નખત્રાણા તથા અંજાર સહિતના શહેરોમાં સેંકડો લોકોએ સામાજિક અંતરને નેવે મુકીને હેલ્થકાર્ડ કઢાવ્યા
ભુજ, શુક્રવાર
આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને ફરજિયાત હેલૃથ કાર્ડ કઢાવવાના હુકમ બાદ ગઈકાલાથી કચ્છના મુખ્ય તાલુકા માથકો પર લોકોની કતારો લાગી રહી છે. જેમાં આજે ભુજ, નખત્રાણા તાથા અંજાર સહિતના શહેરોમાં અર્બન હેલૃથ સેન્ટરોમાં સામાજિક અંતરના લીરા ઉડયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ કુરીયર બોય, ફુડ ડીલીવરી કરનારા, શાકભાજી વેંચનારા, શેરી ફેરીયા સહીતના એવા તમામ લોકો જે સીધા લોકોના સંપર્કમાં આવતા હોય છે. તેઓને દર સપ્તાહે પોતાનું હેલૃથ ચેકઅપ કરાવીને કોરોના મુકત હોવા સબબનો આરોગ્ય કાર્ડ કઢાવવા હુકમ કરાયો છે. જેને લીધે છેલ્લા બે દિવસાથી અર્બન હેલૃથ સેન્ટરોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. આ જે ભુજ ખાતે સેન્ટરમાં એકઠા થયેલા લોકોએ સામાજિક અંતરને નેવે મુકતા પોલીસને દોડી આવવું પડયું હતું. તો તે જ રીતે નખત્રાણા તાથા અંજારમાં પણ આવા દશ્યો સર્જાતા ભય ઉભો થયો હતો. તંત્રના દર સપ્તાહે કાર્ડ કઢાવવાના હુકમાથી હવેાથી રોજ આવી ભીડ જોવા મળશે ત્યારે કોરોના મહામારીને નાથવા જતાં ઉલ્ટાના અહીંથી જ ચેપ ન ફેલાય તેવી ભીતી ઉભી થઈ છે.