Gujarat

કચ્છમાં ૪૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા પુંઅરેશ્વર મહાદેવ મંદિરની જર્જરિત હાલત

By GS Team
1 Mar 20222 mins read
This article was originally published on 1 Mar 2022
કચ્છમાં ૪૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા પુંઅરેશ્વર મહાદેવ મંદિરની જર્જરિત હાલત

આણંદપર(યક્ષ)તા.૨૮

ભુજાથી ૩૬ કી.મી.અને નખત્રાણાથી ૧૬ કી.મી.ના અંતરે હાઈવે રોડ પર આવેલ પુઅરેશ્વર મહાદેવ નું મંદિર લાખાડીની હદમાં આવેલ છે.આ મંદિર સદીઓ પુરાણું છે.આ મંદિર દિવસેને દિવસે જર્જરિત થતુ જાય છે.ભક્તો અને દાતાઓ દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવે છે. 

પાંચ વર્ષ પૂર્વે દિલ્હીમાં પણ સાંસદ દ્વારા પુંઅરેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધૃધાર માટે પ્રશ્ર ઉઠાવાયો હતો તેમજ અહીં  વર્ષો પૂર્વે યોજાયેલ શિવ કાથા વખતે રાજકીય આગેવાનોએ મંદિરનો જીણોધૃધાર કરી આપવાના વચનો આપ્યા હતા.પણ હજુ સુાધી વાયદાઓ અને કામો પુરા થયા નાથી.

 મંદિર વહી બનાયેગેનો એજન્ડા અયોધ્યામાં સફળ થયો રામ ભક્તોની ઈચ્છા પુરી થવા જઈ રહી છે.પણ ભગવાન રામ પણ જેની પુજા કરતા હતા તેવા ભગવાન ભોળાનાથનો ભાવ પૂછવામાં રાજકારણીઓ માત્ર રાજકીય વાતો કરી શકવા શીવાય વર્ષો સુાધી કંઈ ઉકાળી ના શકયા હોય તેવી સિૃથતિ વચ્ચે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ રક્ષિત સ્મારકોમાં સવલતોના પુનઃ સૃથાપન અને માળખાકીય સુવિાધાઓ માટે ૧૫મી જુનના રોજ પાંચ કરોડની જાહેરાત કરી હતી.

જેમાં પાંચ સ્મારક પૈકી નખત્રાણા તાલુકાના પુઅરેશ્વર મંદિરનો સમાવેશ થયો હતો.જેને આજે સાડા આઠ મહિના થવા આવ્યા છતાં કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નાથી.આમ સરકારના ખોટા વાયદાઓ સાંભળી શિવ ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. શિવ ભગવાનનો આજે મોટો તહેવાર શિવરાત્રિ છે.

 આ મંદિરનો ઈતિહાસ ચારસો વર્ષ ઉપરનો છે. જે દ્રવિડ અને નાગર શૈલીના ઘટકોને જોડતું આ મંદિર કચ્છના મંદિરોમાં જૂનામાં જુનુ મંદિર મનાય છે.દંતકાથા(લોકકાથા) પ્રમાણે ઇ.સ.નવમી સદીનો બનેલો છે તે વખતના નજીકના પધૃધર ગઢના સૃથાપક રાપુઅરા રાજાએ બનાવેલ તેાથી તેનું નામ પુઅંરેશ્વર પડયુ હતું. 

હાલ આ મંદિર જર્જરીત હાલતમાં અડીખમ ઉભું છે અને બે હજારની સાલમાં ધરતીકંપનો પણ માર ખાધો છે છતાં પણ એકબીજા પથૃથરના સહારે ઊભેલુ છે.

ગત ઓગષ્ટ ૨૦૧૯ના ઓગસ્ટ માસમાં આ મંદિરના પટાંગણમાં ડેપ્યુટી કલેકટર,મામલતદાર, ગાંધીનગરાથી આવેલ બે અિધકારીઓ તેમજ આજુબાજુના ગામના તલાટી,સરપંચો તેમજ આગેવાનો દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.પુરાતત્વ ખાતા દ્વારા આ મંદિરને નવું બનાવવાનું અને પ્રવાસન સૃથળ બનાવવા માટે ની મજુરી આપવામાં આવી હતી જેમા પ્રાથમ તબક્કામાં અઢી કરોડની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.