Get The App

કચ્છના તંત્રને હાશકારો, ૧૯ સેમ્પલ નેગેટીવ આવ્યા

- ૨૪ કલાકમાં નવા ૨૧૪૬ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરાયું

Updated: Apr 27th, 2020

GS TEAM

Google News
Google News

ભુજ, રવિવાર

કચ્છમાં કોરોના પોઝીટીના બે દર્દીઓ જ રહ્યા છે. ૩ દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવાઈ છે  તે વચ્ચે  છેલ્લા ત્રણ દિવસાથી લેવાતા વિવિાધ લોકોના સેમ્પલ સતત નેગેટીવ આવતા હોવાથી તંત્ર હાશકારો અનુભવી રહ્યું છે. 

ગઈકાલે લેવાયેલા ૧૯ વ્યકિત્ઓના સેમ્પલ નેગેટીવ આવતા તંત્રે હાશ અનુભવી હતી. તો બીજીતરફ  વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે જેમાં  નવા ૨૧૪૬ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૭૪૯૭૨ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.  જેમાંથી અત્યાર સુાધીમાં કુલ ૪૮૧ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા.  કુલ ૪૩૭ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, અત્યાર સુાધીમાં કુલ ૩૮ જેટલા સેમ્પલ રિજેકટ કરવામાં આવ્યા છે. 

નવા ૪૫ લોકોને કરાયા ક્વોરોન્ટાઈન 

જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસૃથાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૮૮૪ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૫ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. 

Tags :