Get The App

પોક્સોના કેસમાં હરિયાણાના આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે 6 લાખનો દંડ

Updated: Aug 23rd, 2024

GS TEAM

Google News
Google News
પોક્સોના કેસમાં હરિયાણાના આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે 6 લાખનો દંડ 1 - image

ઉખેડાના બે વર્ષ જુના કેસમાં ભુજની સ્પે. કોર્ટે આપ્યો ચુકાદો 

જમીનમાં દાટી નાખવાની ધમકી આપી આરોપીએ સગીરા સાથે વારંવાર ગુજાર્યો હતો દુષ્કર્મ 

ભુજ: નખત્રાણા તાલુકાના ઉખેડાના બે વર્ષ જુના પોક્સોના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે હરિયાણાના આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે ૬ લાખનો દંડ ફટકાર્યો છે. 

આ કેસની વિગતો મુજબ ગત ૧૫ મે ૨૦૨૨ના નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મના કેસમાં ૧૧ વર્ષ ૪ માસની ભોગબનાર સગીરાને તેનો મામાનો દિકરો ભાઇ હરિયાણાથી કચ્છ કામ માટે લઇ આવ્યો હતો. અને ઉખેડાની વાડીમાં લઇ જઇને સગીરાની મરજી વિરૂધ અવાર નવાર શારિરીક સબંધ બાંધતો હતો. અને આ વાત કોઇને કહીશ તો, જમીનમાં દાટી નાખીશ તેવી ધમકી આપતો હતો. જે સસબ નખત્રાણા પોલીસ મથકમાં પોક્સોની કલમ તળે હરિયાણાના શિરવા જિલ્લાના આરોપી વિશંભર ઉર્ફે કાલુ યોગેન્દ્રસિંહ મજબીશીખ સામે ગુનો નોંધીને કેસની ચાર્જસીટ દાખલ કરી હતી. આ કેસ ભુજમાં સ્પેશીયલ જજ વી.એ.બુધ્ધની કોર્ટમાં ચાલી જતા ૧૭ દસ્તાવેજી પુરાવા, ૧૨ સાક્ષી તપાસી આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે છ લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભોગબનાર સગીરવયની હોય પુક્તવયની થાય ત્યાં સુધી ડી.એલ.એસ.એ.માં ફિક્સ ડિપોઝીટમાં મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં પોક્સો કાયદાના ખાસ સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.