માંડવીમાં અડધો ઈંચ તથા મુંદ્રા પંથકમાં ગાજવીજ સાથે ઝાપટા
- જિલ્લાભરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ
- સમાઘોઘામાં વીજળી પડતા ચાર ગાયના મોતઃ ગઢશીશા, દરશડી, દેવપર ગઢ અને લાખાપર ગામમાં હળવા ઝાપટા
ભુજ, ગુરૃવાર
કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે ભચાઉના કડોલમાં એકાદ ઈંચ વરસાદ ખાબકયા બાદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. માંડવીમાં અડાધો ઈંચ વરસાદ પડયો છે અને મુંદરામાં હળવા ઝાપટા વરસ્યા છે. મુંદ્રામાં હળવા ઝાપટા વરસ્યા છે. મુંદ્રા તાલુકાના સમાઘોઘામાં વીજળી પડવાના કારણે ૪ ગાયોને મોત થયા છે. હવામાન વિભાગે રાજ્ય સહિત કચ્છમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સુર્યનારાયણ વાદળો વચ્ચે સંતાકુકડી રમતા હોઈ તાપાથી રાહત મળી હતી. પરંતુ બફારાના ભારે પ્રમાણાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ધુપછાંવની સર્જાયેલી સિૃથતી વચ્ચે ઉકળાટ વાધતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે. માંડવીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન ફુંકાતા ધુળની ડમરી ઉડી હતી. વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું. અડાધા ઈંચ જેવો વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાહદારી તેમજ વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. ગઢશીશા, દરશડી, દેવપર ગઢમાં ભારે પવન સાથે વરસાદનું ઝાપટું વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.મુંદરા તાથા આસપાસના વિસ્તારોમાં ભારે ગાજ-વીજ સાથે વરસાદ પડયો હતો. લાખાપરમાં વરસાદ થયો હતો. મુંદરાના સમાઘોઘામાં સાંજના ચારેક વાગ્યે વીજળી પડવાના કારણે ૪ ગાયોના મોત નીપજ્યા હતા. ગામના વાથાણચોકમાં આ બનાવ બન્યો હતો. ઝાડ નીચે ઉભેલી ગાયો પર વીજળી પડવાના કારણે મોત નીપજ્યું હતું. વીજળી પડવાથી વૃક્ષ પણ ધરાશાઈ થયું હતું.