Gujarat
કડકડતી ઠંડીમાં આગોતરી જાણ કે વૈકલ્પિક વ્યવસ્થા ન અપાઇ
By GS Team
29 Dec 20211 min read
This article was originally published on 29 Dec 2021

અમદાવાદ,
બુધવાર
વાસણાના સૌરભનગરમાં ૩૦ વર્ષથી પણ વધુ સમયથી આવેલી
ઝૂંપડપટ્ટીના ડિમોલિશન પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. અરજદારો તરફથી ફરિયાદ
કરાઇ હતી કે આવી ઠઁડીમાં તેમને કોઇ આગોતરી સૂચના કે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા
વિના ઘરવિહોણા કરી દેવામાં આવ્યા છે. જેથી હાઇકોર્ટે અરજદારોને વચગાળાની રાહત આપતા
નિર્દેશ કર્યો છે કે હાલ આ પ્લોટ પર રહેતા હોય તેમને હટાવવામાં ન આવે અને આગામી
સુનાવણી સુધી તેમની સામે કોઇ કાર્યવાહી ન કરવામાં આવે. કેસની વધુ સુનાવણી સાતમી
જાન્યુઆરીના રોજ નિયત કરવામાં આવી છે.




