Get The App

ભુજમાં સરકારી રાશન કીટ વિતરણમાં શિક્ષક પર હુમલો

- અમારા વિસ્તારમાં આવી કેમ કીટ વિતરણ કરો છો તેમ કહી કુહાડી મરાઈ

Updated: Apr 27th, 2020

GS TEAM

Google News
Google News
ભુજમાં સરકારી રાશન કીટ વિતરણમાં શિક્ષક પર હુમલો 1 - image

ભુજ,રવિવાર

શહેરમાં સરકારી રાશનના કીટ વિતરણ સમયે શિક્ષક ઉપર કુહાડી વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે .

પ્રમુખ સ્વામીનગર પાછળ આવેલા મહાદેવનગરમાં કલેકટર કચેરી દ્વારા ફાળવાયેલ કીટનું વિતરણ કરવા મામલતદાર કચેરીની સૂચના અંતર્ગત ભીરંડિયારા હાઈસ્કૂલના શિક્ષક અશોક પરમાર પહોંચ્યા હતા જ્યાં તેઓ પર અપશબ્દો બોલી કુહાડી વડે હુમલો કરાતાં ચકચાર ફેલાઇ છે આ વિસ્તારમાં રાશનકીટનું વિતરણ કરી તમે ઠીક નાથી કરતા એવું કહી આ હુમલો કરાયો હતો આ અંગે પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરાયા બાદ પોલીસ ઘટના સૃથળે પહોંચી હતી જેાથી ભુજ એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર વ્યક્તિ મૌલિક ગોર, માતુકૃપા પ્રોવિઝન સ્ટોર વાળા સામે ફરિયાદ નોંધી વાધુ તપાસ હાથ ધરી છે.


Tags :