Get The App

કાનમેર ગામે તળાવમાં ડૂબતાં યુવતી અને કિશોરના મોતઃ પાંચનો બચાવ

Updated: Sep 17th, 2024

GS TEAM

Google News
Google News
કાનમેર ગામે તળાવમાં ડૂબતાં યુવતી અને કિશોરના મોતઃ પાંચનો બચાવ 1 - image

કપડા ધોતી યુવતી પગ લપસતા તળાવમાં પડી, બચાવવા જતાં દુર્ઘટના 

બપોરે મહિલાઓ કપડાં ધોવા ગઈ હતી ત્યારે એક યુવતી અકસ્માતે ડૂબીઃ ખાણનાં મજૂરોએ ૫ાંચ બાળકોને બચાવ્યા 

ગાંધીધામ: રાપરનાં કાનમેરમાં કપડા ધોતી વખતે કરુણ ઘટના બની છે. જેમાં કપડાં ધોતી વખતે પથ્થર પર પગ લપસી જતા યુવતી તળાવમાં પડી ગઈ હતી. જેને બચાવવાં જતા ૬ જેટલા બાળકો તળાવમાં પડી જતા ડૂબવા લાગ્યા હતા. જેમાં તળાવ નજીક ખાણમાં કામ કરતા મજૂરોએ ૫ાંચ બાળકોને બચાવી લીધા હતા. જ્યારે યુવતી અને કિશોરને ન બચાવી શકતા યુવતી અને કિશોરનું ડૂબી જતા મોત નીપજ્યું હતું.

રાપરનાં કાનમેરમાં કપડા ધોવા જતા ગત મંગળવારે બપોરનાં ૩ વાગ્યાનાં અરશામાં બનાવ બન્યો હતો. જેમાં કાનમેરની સીમમાં આવેલી તળાવનાં ગામમાં જ રહેતી મહિલાઓ પોતાના બાળકો સાથે ગામના તળાવમાં કપડા ધોવા ગઈ હતી. દરમિયાનમાં કપડાં ધોતી વખતે પથ્થર પર પગ લપસી જતા ૨૦ વર્ષીય સેનાજ સુલેમાન ધુના તળાવનાં પાણીમાં પડી ગઈ હતી. જેમાં તેને બચાવવાં માટે તેમની સાથે કપડાં ધોતી કેટલીક મહિલાઓ અને બાળકો સાથે ૧૬ વર્ષીય ફારૂકભાઈ હબીબભાઈ ધુના તળાવમાં ઉતરી ગયા હતા. જેમાં સેનાઝને બચાવવા જતા પોતે પણ ડૂબવા લાગ્યા હતા. જે બનાવનાં પગલે રાડા રાડ થતા તળાવની નજીકમાં આવેલી પાયણાની ખાણમાં કામ કરતા મજૂરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તળાવમાં ઝંપલાવી ૫ જેટલાં બાળકોને ડૂબતા  બચાવી લીધા હતા. પરંતુ ૨૦ વર્ષીય સેનાઝ અને ૧૬ વર્ષીય ફારુકને બચાવી સક્યા ન હતા.સમગ્ર ઘટનાની જાણ થતા ગાગોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.જેમાં બે મૃતદેહને પી એમ અર્થે પલાસવાની હોસ્પિટલ લઈ જઈ આ અંગે ગાગોદર પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.